અમદાવાદ,
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓને પરાજયનો સામનો કરવો પડયો છે ત્યારે કોંગ્રેસના નેતા લલીત વસોયાએ પહેલા ઇવીએમને કારણે કોંગ્રેસનો પરાજય થયો છે તેમ જણાવ્યું હતું અને બાદમાં એમ જણાવ્યું હતું કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને કારણે પરાજય થયું છે તેમણે કહ્યું કે મારી બેઠક પર આમ આદમી પાર્ટી કૉંગ્રેસને નુક્સાન કર્યું છે. હું સ્પષ્ટ પણે કહું તો આમ આદમી પાર્ટીને કારણે હું ધોરાજી-ઉપલેટાની બેઠક હારી રહ્યો છું. આમ આદમી પાર્ટી કૉંગ્રેસ પાર્ટીને નુક્સાન કરી રહી છે. કૉંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનનો કોઈ સવાલ જ નથી. આમ આદમી પાર્ટી ભાજપના ઈશારે કૉંગ્રેસને નુક્સાન પહોંચાડવા માટે ચૂંટણી લડવા આવી છે
આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન ૬૩.૩૧ ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન ૬૫.૩૦ ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન ૬૪.૩૩ ટકા થયું છે. ૨૦૦૭ બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, ૨૦૦૭માં ૫૯.૭૭%, ૨૦૧૨માં ૭૨.૦૨% અને ૨૦૧૭માં ૬૯.૦૧% મતદાન નોંધાયું હતુ.