ગોધરા, શનિવારના રોજ આમ આદમી પાર્ટી ગોધરા શહેર પ્રમુખ કૃણાલ ચૌહાણની અધ્યક્ષતામાં તિરંગા સભા યોજાઈ. તિરંગા સભા દરમિયાન આસપાસના વિસ્તારની મુલાકાત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા લેવામાં આવી હતી. સ્થાનિક રહીશો ઍ આમ આદમી પાર્ટીના હોદેદ્દરો સાથે મુક્ત પણે તેમને પડતી સમસ્યાઓની રજૂઆતો કરી હતી. જેમાં રોડ,પાણી, લાઈટ જેવી પાયાની સુવિધાઓ મળી રહે તેના પર ભાર મુક્વામા આવ્યો હતો. રોડ બાબતે રહીશોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી તેમના વિસ્તારમાં રોડ બનેલો નથી. અનેકવાર રજુઆતો કરવા છતા સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. સાશ્ર્વત ટેનામેન્ટમાં પાણીની ખૂબ ગંભીર સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં દુર્ગંધવાળું અને ફીણવાળું પાણી આવે છે. આ પાણી એટલું ખરાબ છે કે, કોઈ ઉપયોગમાં લઇ શકાય તેમજ નથી. જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ આ પાણી પીવા માટે ઉપયોગ કરેતો કોલેરા જેવી બિમારીનો ભોગ પણ બની શકે છે. જીવન જરૂરીયાત પીવાના પાણી માટે ભરઉનાળામાં લોકો સામનો કરી રહ્યા છે. પીવા માટે વેચાતુ પાણી લેવું પડે છે. ક્યારેક તો પૈસા પણ નથી હોતા પાણી લાવવા માટે સમસ્યાઓ હલ કરવા માટે વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિને પણ રજુઆત કરવામાં આવી છે, પણ આજ સુધી કોઈ ઉકેલ મળેલો નથી. આજ વિસ્તારમાં લાઈટની પણ સમસ્યા છે. સાંજે સ્ટ્રીટ લાઈટ પણ બંધ રહે છે અને રહેઠાણ માટે આપવામાં આવતી વિજળી પણ લો વોલ્ટેજ થઈ જાય છે. જેના લીધે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરાબ થઈ જાય છે. તો આના જવાબદાર વ્યક્તિ કોણ. આ નુક્શાનીની ભરપાઈ કોણ કરશે. આ તમામ બાબતોની રજુઆતો જે તે વિભાગના અધિકારીઓને આમ આદમી પાર્ટીના હોદેદ્દરો કરશે. આજની તિરંગા સભામાં ગોધરા શહેર પ્રમુખ કૃણાલ ચૌહાણ, સતિષ બારીઆ જીલ્લા ખજાનચી, જીલ્લા ઉપપ્રમુખ સંદીપ શાહ, જીલ્લા શ્રમિક પ્રમુખ વિજય પરમાર, જીલ્લા લઘુમતી પ્રમુખ અમીન ગુરજી, જીલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર, જીલ્લા સહકાર પ્રમુખ મનોજ જોશી, જીલ્લા સોશિયલ ઈન્ચાર્જ કૃતિકસિંહ બારીઆ, અરવિંદ માછી, માજી જીલ્લા ઉપપ્રમુખ રમીલાબેન કિરીટભાઈ મકવાણા, શાહબાઝ કુરૈશી ઉપસ્થિતિ રહ્યા હતા.