આમ આદમી પાર્ટી ભાજપ વિરુદ્ધ ગઠબંધનમાં સામેલ નહીં થાય મુખ્યમંત્રી કેજરીવાલ


નવીદિલ્હી,
વર્ષ ૨૦૨૪માં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વિપક્ષને એકજૂથ કરવામાં લાગેલા નીતિશ કુમાર, મમતા બેનર્જીથી લઇને કે. ચંદ્રશેખર રાવ સુધીને દિલ્હીના મુખ્યમંત્રી અને ૨ રાજ્યોમાં સરકાર ચલાવી રહેલી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે મોટો ઝટકો આપ્યો છે. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં આયોજિત એક અખબારના કાર્યક્રમમાં ન માત્ર એ સ્પષ્ટ કરી દીધું કે, તેઓ ભાજપ વિરુદ્ધ ગઠબંધનમાં સામેલ નહીં થાય, પરંતુ એ વિચાર પર જ સવાલ ઊભા કરી દીધા. તેમણે એમ પણ કહ્યું કે, આ ફોર્મ્યૂલા કામ કરવાનો નથી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિપક્ષી એક્તાને લઇને પૂછ્યું કે, તેનું લક્ષ્ય સાથે મળીને હરાવવાનું છે, પરંતુ તેમણે ભાજપને હરાવવાનો ઠેકો કઇ રીતે લીધો? આ કામ તો જનતાનું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘લોકો વિપક્ષી એક્તા ઇચ્છતા નથી, લોકો આશા રાખે છે. વિપક્ષી એક્તાનો શું અર્થ છે? બધા વિપક્ષ મળીને આવો ભાજપને હરાવીએ છીએ, એ જ તો છે. ભાજપને હરાવવાનો ઠેકો કઇ રીતે લઇ લીધો? આપણે તો લોક્તંત્રમાં રહી છીએ. ભાજપને હરાવવાનો ઠેકો તે (જનતા) લેશે, ભાજપને હરાવવી હશે તો હરાવી દેશે.

અરવિંદ કેજરીવાલે ઇશારાઓમાં કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ માત્ર ભાજપને હરાવવાની વાત કરી રહી છે, દેશ સામે એજન્ડા રાખી રહી નથી, તે રોડ મેપ બતાવી રહી નથી કે કઇ રીતે લોકોની જિંદગી બદલાશે. તમારે જનતાને જઇને એ બતાવવાનું છે કે અમને વોટ આપો, અમે તમારી જિંદગી આ પ્રકારે બદલી દઇશું. તમારે તેમને આશા આપવી જોઇએ. દેશને એજન્ડા, દેશને એક રોડમેપ આપવો જોઇએ કે અમે ૫ વર્ષ વર્ષમાં તમારી જિંદગી અને દેશને લઇ રીતે આગળ લઇ જઇશું.

જે દિવસે દેશને એજન્ડા પસંદ આવી ગયો તે ભાજપને પોતે હરાવી દેશે. ભાજપને હરાવવાની જવાબદારી તેમના પર છોડી દો. આ જે છે કે બધા મળીને ચાલો ભાજપને હરાવીએ. મને લાગે છે કે તે કામ કરતું નથી. હું નવો છું, રાજનીતિમાં થઇ શકે કે મને સમજ ન હોય. દિલ્હી અને પંજાબમાં સત્તા હાંસલ કર્યા બાદ ગુજરાત અને હિમાચલમાં પણ વિસ્તાર યોજના પર કામ કરી રહેલી આમ આદમી પાર્ટીએ પોતાના સંયોજક અરવિંદ કેજરીવાલને પહેલા જ વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

આમ આદમી પાર્ટી કહી ચૂકી છે કે, વર્ષ ૨૦૨૪માં મોદી વસસ કેજરીવાલ થવા જઇ રહ્યું છે. કેજરીવાલ જ મોદીનો વિકલ્પ બની શકે છે. જો કે, પોતે અરવિંદ કેજરીવાલે આ મુદ્દા પર સ્પષ્ટ કહ્યું નહોતું. જો કે, હવે જે પ્રકારે તેમણે વિપક્ષી એક્તાના વિચાર પર સવાલ ઉઠાવ્યા છે તેને વર્ષ ૨૦૨૪ના ચૂંટણી દંગલમાં એકલા ઉતરવાની જાહેરાત તરીકે જોવામાં આવી રહ્યું છે. તે નીતિશ કુમાર, મમતા બેનર્જી અને કેસીઆર જેવા નેતાઓ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, જે ભાજપ વિરુદ્ધ વિપક્ષને એકજૂથ કરવા માગે છે. જો કે ભાજપ આ બધાને વડાપ્રધાન પદ માટે મહત્ત્વકાંક્ષી બતાવતા તેમની એકજૂથતા પર સવાલ ઉઠાવતી રહી છે.