
- કેજરીવાલ અને તેમના મંત્રી ખુદને કાનુનથી ઉપર સમજે છે
નવીદિલ્હી,
સત્યેન્દ્ર જૈનના સમાજવાળી વિડીયો પર કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી આજે દેશના લોકસતંત્ર માટે સૌથી મોટો ખતરો છે.જે રીતે કેજરીવાલે પોતાના મંત્રીઓને જેલની અંદર સમાજ કરાવી રહ્યાં છે અને જેલની અંદર વસુલી કરી રહી છે તે એ બતાવે છે કે કેજરીવાલ હવે પોતાના જ જુના વચનોને ભુલી ચુકયા છે.તેમણે કહ્યું કે બંધારણની રક્ષા કરવાના સોગંદ લેનાર આજે કાનુનને નેવે મુકી રહ્યાં છે.કેજરીવાલ અને તેમના મંત્રી ખુદને કાનુનથી ઉપર સમજે છે અને તેનો નવો દાખલો જેલની અંદરથી વાયરલ થઇ રહેલ વીડિયો છે.
ભાજપના પ્રવકતા ગૌરવ ભાટીયાએ સવાલ કરતા પુછયુ કે આમ આદમી બનનારા આખરે જેલની અંદર વીવીઆઇપી કેવી રીતે બની ગયા આમ આદમી પાર્ટી આજે સમાજ પાર્ટી બની ગઇ છે.આજ સુધી પોતાના મસાજ મંત્રીને બરતરફ ન કરવાના આખરે કંઇ મજબુરી છે. તેમણે કહ્યું કે જેલની અંદર કોઇ ભેદભાવ થતો નથી આથી જેલમાં કેદીની એક ડ્રેસ હોય છે. પરંતુ સતેન્દ્ર જૈન ટીશર્ટમાં કેમ છે. તેમણે કહ્યું કે લાગી રહ્યું છે કે ભ્રષ્ટ્રાચારની તિજોરીનો પાસવર્ડ મહાગઠ સતેન્દ્ર જૈનની પાસે છે અને આથી કેજરીવાલ તેમને તમામ સુવિધા આપી રહ્યાં છે જેથી તેમનું રાજ બહાર ન આવે સ્કુલ મેડિકલ સુવિધા અને કોલેજ આપવાની વાત કરનાર કેજરીવાલે ભ્રષ્ટ્રાચાર કરી દિલ્હીને બરબાદ કરી દીધુ.
જયારે પ્રદેશ ભાજપ પ્રમુખ આદેશ ગુપ્તાએ કહ્યું કે કેજરીવાલ સરકારના ફંડ મેનેજર સતેન્દ્ર જૈન ગત પાંચ મહીનાઓથી જેલની અંદર છે પરંતુ જે સુવિધા કેજરીવાલ દ્વારા જનતાને આપવી જોઇએ તે પોતાના મેનેજરને જેલની અંદર અપાવી રહ્યાં છે. સામાન્ય ઇસાનની વાત કરનારા કેજરીવાલ આજે ભ્રષ્ટ્રાચારમાં સંડોવાયેલા ખાસમખાસને જેલમાં સુવિધા એટલા માટે આપવામાં આવી રહી છે જેથી તેમની કાલી કરતુત કયાંક સત્યેન્દ્ર જૈન કોઇ અન્યને ના બતાવી દે.
આદેશ ગુપ્તાએ કહ્યું કે સરકાર પોતાની છે.આથી સરકારી સુવિધાઓનો દુરૂપયોગ કરવો કેજરીવાલ અને તેમના મંત્રી માટે આ ખુબ મોટી વાત નથી તેમણે કહ્યું કે જેલ સુપરિંટેડેટને બરતરફ કરનાર દિલ્હીવાળાઓની આંખોમાં ધૂળ નાખવા બરાબર છે વસુલી કંપની પર કોઇનું યાન ન જાય તેના માટે કેજરીવાલ સરકાર તરફથી આ પુરી સ્ક્રિપ્ટ લખવામાં આવી છે.
દિલ્હી ભાજપ અધ્યક્ષ ઉપરાજયપાલને પત્ર લખી જેલની વ્યવસ્થાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ સાથે જ સતેન્દ્ર જૈનના જેલ કક્ષ પર ૨૪ કલાક દેખરેખ રાખવાનો આદેશ આપવાની માંગ કરી છે અને જૈનને તાકિદે બરતરફ કરવાની અને તેમના પર કાર્યવાહીની પણ માંગ કરી છે. કેજરીવાલના સંરક્ષણમાં કાનુનને બાજુએ મુકી જે રીતે સત્યેન્દ્ર જૈને જેલનો દુરૂપયોગ કર્યો છે તે દંડનીય અપરાધ છે અને તેના માટે તેમને સજા મળવી જોઇએ.