આલિયા ભટ્ટે મુંબઈમાં પ્રીમિયમ એપાર્ટમેન્ટ ખરીદ્યો:૩૭ કરોડથી વધુનું રોકાણ કર્યું, બહેન શાહીનને ૨ ફ્લેટ ગિફ્ટ કર્યા

મુંબઇ,આલિયા ભટ્ટે હાલમાં જ મુંબઈના બાંદ્રા પાલી હિલના પોશ વિસ્તારમાં એક પ્રીમિયમ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. અહેવાલો અનુસાર આલિયાએ તેના પ્રોડક્શન હાઉસ ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. આલિયાના આ એપાર્ટમેન્ટની કિંમત લગભગ ૩૮ કરોડ છે. એટલું જ નહીં, આલિયાએ તેની બહેન શાહીન ભટ્ટને ૨ ફ્લેટ ગિફ્ટ કર્યા છે, બંને પ્રોપર્ટી સંબંધિત ટ્રાન્ઝેક્શન ૧૦ એપ્રિલના રોજ થયા હતા.

મની કંટ્રોલ રિપોર્ટ અનુસાર, આલિયાના નામે કરવામાં આવેલા રોકાણના દસ્તાવેજો indextap.com  પર મળી શકે છે. આ દસ્તાવેજ અનુસાર, આલિયાનું આ એપાર્ટમેન્ટ ૨,૪૯૭ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે અને આ ઘર એરિયલ વ્યૂ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં છે. આલિયાએ આ રહેણાંક મિલક્ત ગોલ્ડ સ્ટ્રીટ મર્કન્ટાઈલ કંપની પાસેથી ખરીદી છે.

આ ફ્લેટ ૧૦ એપ્રિલ ૨૦૨૩ના રોજ રજીસ્ટર થયો હતો, આલિયાએ આ ફ્લેટની કિંમત ૩૭.૮૦ કરોડ રૂપિયા રાખી છે. આ સિવાય તેણે ૨.૨૬ કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે.અહેવાલો અનુસાર, આલિયાએ વધુ બે ઘરો ખરીદ્યા હતા, જે હવે તેણે તેની બહેન શાહીનને ભેટમાં આપ્યા છે. આલિયાએ આ બંને ફ્લેટ ૨૦૧૫માં અનુપમ ખેર અને તેની પત્ની કિરણ ખેર પાસેથી ૮.૯૯ કરોડમાં ખરીદ્યા હતા. રિપોર્ટ્સનું માનીએ તો હવે બંને ઘરની કિંમત ૭.૬૮ કરોડ રૂપિયા છે. આલિયાએ આ ગિફ્ટ પ્રાઈઝ સિર્ટીફીકેટ દ્વારા આપી છે.

પહેલું ઘર ૧,૧૯૭ ચોરસ ફૂટનું છે, જ્યારે બીજો ફ્લેટ ૮૮૯.૭૫ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ ફ્લેટ જુહુના ગીગી એપાર્ટમેન્ટમાં છે. આલિયાએ આ બંને ફ્લેટ માટે ૩૦.૭૫ લાખની સ્ટેમ્પ ડ્યુટી આપી છે. આલિયાએ આ તમામ પ્રોપર્ટી તેના પ્રોડક્શન હાઉસ ઈટર્નલ સનશાઈન પ્રોડક્શનના નામે ખરીદી છે.આલિયાની પ્રોડક્શન કંપનીનું નામ ઈટર્નલ સનશાઈન છે. આ બેનર હેઠળ ફિલ્મ ડાર્લિંગનું નિર્માણ થયું હતું. આલિયા-રણબીરનું નવું ઘર ટૂંક સમયમાં તૈયાર થશે આલિયા ઘણીવાર રણબીર સાથે તેમના નવા ઘરમાં જોવા મળે.