મુંબઇ,
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું ફેમસ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હવે બેથી ત્રણ થઈ ગયા છે. આલિયાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. આ સમયે કપૂર પરિવારમાં ખુશીનો માહોલ છે.
આલિયા ભટ્ટને હોસ્પિટલમાંથી રજા મળી ચૂકી છે તે ઘરે પરત ફરી છે. દરેક લોકો આલિયા-રણબીરના માતા-પિતા બન્યા પછી સૌ કોઈ તેને શુભકામના પાઠવી રહ્યા છે.
આલિયા અને રણબીરના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે પરંતુ સૌ કોઈની નજર આલિયાના માતા બન્યા બાદ તેના પ્રથમ ફોટો પર છે.અભિનેત્રીએ બ્લૈક કલરના કપડા પહેરી કારમાં બેસેલી જોવા મળી રહી છે આલિયા પોતાની પુત્રીની સાથે ઘર પહોંચી છે માતા બન્યા બાદ આલિયાએ એક પોસ્ટ પણ શેર કરી હતી.આ દરમિયાન નીતૂ કપૂર પણ પોતાની વહુને લઈ ઘરે પરત ફરી રહી છે હાલમાં જ દાદી બનેલી અભિનેત્રીના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે