આલિયા ભટ્ટ હોસ્પિટલ પહોંચી,જલ્દી કપૂર પરિવારમાં નવા મહેમાનની એન્ટ્રી થશે !


મુંબઈ,
બોલીવુડમાં કપૂર ખાનદાન એક ખાસ સ્થાન ધરાવે છે. આ એવો પરિવાર છેકે, જેનો દરેક સભ્ય સેલિબ્રિટિ છે. ત્યારે બોલીવુડને વધુ એક સેલિબ્રિટિ મળવા જઈ રહી છે. ફેન્સની સાથો-સાથ રણબીર અને આલિયાના પરિવારના સભ્યો નાના મહેમાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેત્રી આલિયા ભટ્ટ પ્રેગનન્ટ છે. હાલ તે હોસ્પિટલ પહોંચી ગઈ છે. હવે ગમે ત્યારે કપૂર ખાનદાનમાં નવા મહેમાનની એન્ટ્રી થઈ શકે છે. આલિયા હાલ મેડિકલ ટીમના ઓબ્ઝર્વેશનમાં છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. પરિવાર અને મિત્રો ઉપરાંત ચાહકો પણ તેમના બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં, આલિયાના બેબી શાવરની વિધિઓ પૂર્ણ થઈ હતી, જેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. દંપતીના પરિવારજનો પણ ખુશખબરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે તે હોસ્પિટલમાં એડમિટ થઇ છે. ડોક્ટરોની સ્પેશિયલ ટીમ હાલ આલિયાની દેખરેખ કરી રહી છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે નાના મહેમાનને આવકારવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં અથવા ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં માતા બની શકે છે. જો કે, નવી માહિતી સામે આવી છે કે આલિયા ભટ્ટ ડિલિવરી માટે રિલાયન્સ હોસ્પિટલ પહોંચી છે, એટલે કે આલિયા તેના બાળકને ગમે ત્યારે જન્મ આપી શકે છે. આ ન્યૂઝ મળતાની સાથે જ ફેન્સમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહકો પણ આતુરતાથી નવા આગંતૂકની રાહ જોઈ રહ્યાં છે.