આખરે પાકિસ્તાનને નવા આર્મી ચીફ મળ્યા ,જનરલ અસીમ મુનીર પાકિસ્તાનના નવા આર્મી ચીફ

ઇસ્લામાબાદ,

આખરે પાકિસ્તાનને તેના નવા આર્મી ચીફ મળી ગયા છે. જનરલ અસીમ મુનીર પાકિસ્તાનના નવા આર્મી ચીફ હશે. પીએમ શાહબાઝ શરીફે તેમના નામની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના નવા આર્મી ચીફની રેસમાં અનેક મોટા નામ સામેલ હતા. પરંતુ જનરલ મુનીરને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જનરલ મુનીર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનું કુખ્યાત નામ માનવામાં આવે છે.

લો. જનરલ અસીમ મુનીર પાકિસ્તાની સેનાના સૌથી વરિષ્ઠ અધિકારી છે. પાકિસ્તાનના આર્મી ચીફ બાજવા નિવૃત્તિ ત્યારે વર્તમાન સમયમાં લેટનન્ટ જનરલ અસીમ મુનીર સૌથી વરિષ્ઠ અધિકારી છે. સેનામાં બંને મોટા હોદ્દા માટે નવેમ્બર પહેલા ભલામણો મોકલવાની હતી પરંતુ બાજવા પર નિર્ભર હતું કે તે આ નામોમાં જનરલ મુનીરનું નામ સામેલ કરશે કે કે… જોકે મુનીરે બાજી મારી લીધી છ. મુનીર ૨૦૧૭માં ડીજી મિલિટરી ઈન્ટેલિજન્સ રહી ચુક્યા છે. વર્ષ ૨૦૧૮માં તે ૮ મહિના સુધી ચીફ પણ રહી ચૂક્યા છે.ચીફ પદે રહેતા અને તે અગાઉના તેમના સૈન્ય કાર્યકાળ દરમિયાન અનેક એવી બાબતો પ્રકાશમાં આવી હતી જેનાકારણે તેમને એક કુખ્યાત અધિકારી માનવામાં આવતા હતાં.

મુનીર પાકિસ્તાનની ઓપન ટ્રેનિંગ સવસ દ્વારા સેનામાં જોડાયા હતાં. ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટના જનરલ મુનીર સૌથી વરિષ્ઠ થ્રી સ્ટાર જનરલ છે. મુનીર ઑક્ટોબર ૨૦૧૮માં ઇન્ટેલિજન્સ ચીફ બન્યા હતા, પરંતુ માત્ર આઠ મહિનામાં જ તેમને બરતરફ કરવામાં આવ્યા હતા. તેઓ જનરલ બાજવાના સૌથી પસંદગીના અધિકારી ગણાય છે. જ્યારે જનરલ બાજવા ઠ કોર્પ્સના કમાન્ડર હતા ત્યારે જનરલ મુનીર ત્યાં બ્રિગેડિયર તરીકે તૈનાત હતા.

વર્ષ ૨૦૧૭માં જનરલ બાજવાએ તેમને મિલિટરી ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર જનરલ એટલે કે ચીફ બનાવ્યા હતા અને એક વર્ષની અંદર તેઓ આઈએસઆઈના ચીફ પણ બની ગયા હતાં. પરંતુ આઠ મહિનામાં તત્કાલિન પીએમ ઈમરાન ખાનના કહેવાથી તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. અહીંથી લઈલેટિનેન્ટ જનરલ મુનીર ગુંજરાવાલા કોર્પ્સ કમાન્ડર પદે પહોંચ્યા અને બે વર્ષ સુધી આ પદ પર સેવા આપી. જનરલ મુનીરને ટુ-સ્ટાર બનવામાં ઘણો સમય લાગ્યો અને સપ્ટેમ્બર ૨૦૧૮માં તેઓ આ પદ પર આવી શક્યા.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા આર્મી ચીફ બનવાની રેસમાં હાલમાં છ જનરલોના નામ સામેલ હતાં. જેમાં લેટનન્ટ જનરલ સૈયદ અસીમ મુનીર, લેટનન્ટ જનરલ અઝહર અબ્બાસ, લેટનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાના નામ શામેલ હતાં.