
- નાગરિક તરીકે તમારું ર્ક્તવ્ય છે કે વધુ મતદાન કરો. બુથમાં જૂના રેકોર્ડ તૂટે તેવુ મતદાન કરો.
નવસારી,
બે દિવસથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન પીએમ મોદીએ સંભાળી છે. પીએમ મોદી ઉપરાઉપરી સભા સંબોધન કરીને ભાજપનો પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે નવસારીમાં પીએમ મોદીએ સભા સંબોધી હતી.
તેમણે કહ્યું કે, છેલ્લા બે દિવસથી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જનતાનો આર્શીવાદ લેવાનો મોકો મળ્યો. ગુજરાતની ધરતી પર ચૂંટણી વાતાવરણ જુએ તો ખ્યાલ આવે કે જનતાના દિલમાં ભાજપ માટે કેટલો પ્રેમ છે. નવસારી મારા માટે નવુ નથી, હુ ય નવસારી માટે નવો નથી. ભલે મને પ્રધાનમંત્રી બનાવ્યો, મારા દિલમાં નવસારી એમને એમ જ હોય. આ ચૂંટણી અમે નહિ, ગુજરાતની જનતા લડી રહી છે. આખીય ચૂંટણીનો વિજય ધ્વજ ગુજરાતના કોટિ કોટિ નાગરિકોએ પોતાના માથા પર ઉઠાવ્યો છે. ગુજરાતની જનતાએ ભાજપને સરકાર બનાવવા માટેનો ચુકાદો જાહેર કર્યો છે. પહેલીવાર વોટિંગ કરનારાઓનો જુસ્સો જ અલગ છે. પરંતુ જે લોકો વર્ષોથી વોટ આપે છે, તેવા બધાની જવાબદારી વધી જતી હોય છે. તમે સીઆર પાટીલને વિજયી બનાવ્યા હતા, ચૂંટણી તો જીતવાની છે, કમળ તો ખીલવાનુ જ છે, પરંતુ સાથે સાથે લોક્તંત્રનો જય જયકાર પણ ચાલવો જોઈએ. એક એક મતદાર મત આપવા માટે નીકળે ત્યારે જયજયકાર થાય. મન ન અપાય તો મનમાં વેદના થાય.
સંબોધનમાં પીએમએ કહ્યું કે, નાગરિક તરીકે તમારું ર્ક્તવ્ય છે કે વધુ મતદાન કરો. બુથમાં જૂના રેકોર્ડ તૂટે તેવુ મતદાન કરો. બધા પોલિંગ બુથ પરથી કમળ ખીલવો. તમારા વોટ પર મોદીનો વટ હોય તો હિન્દુસ્તાનના દરેક નાગરિકનો વટ પડે. તમારા વોટની તાકાતને કારણે હિન્દુસ્તાન ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે. વોટની શક્તિ બતાવો, વધુ મતદાન કરો. એક જમાનામાં ગુજરાત માટે એવી વાતો ચાલતી ગુજરાતમાં સુવિધા નથી, કોમી હુલ્લડો ગુજરાતને પીંખી નાંખતા હતા. આવી મુસીબતોમાં આપણે જીવતા હતા. ત્યારે કોઈ કલ્પના કરી શક્તુ ન હતું કે ગુજરાત વિકાસમાં પણ નંબર વન બની શકે છે. ગુજરાતની ઓળખ બદલાઈ છે. તમારા એક વોટથી આ બધુ બદલાયું. તમારા વોટની તાકાતથી ગુજરાત નંબર ૧ છે.