મેષ (અ.લ.ઈ.) :- તમો ખુબ જ મહેનત કરશો આજનો દિવસ તમોને સફળતા મલે તેવા યોગ બતાવે છે. કર્જમાં રાહત થાય.
વૃષભ (બ.વ.ઉ.) :- આવક વધારવાના પ્રયત્નો ફળવાના સામાજીક સંસ્થામાં હોદ્દો મેળવવાના પ્રયત્નો ફળવાના મિત્રોથી લાભ રહેશે.
મિથુન (ક.છ.ઘ.) :- તમારી અંદર રહેલી શકિતઓનો યોગ્ય ઉપયોગ કરો આધ્યાત્મિક વિચારો અપનાવો મિલ્કતના પ્રશ્ર્નો ટાળવા.
કર્ક (ડ.હ.) :- અંગત વાતો બીજાને કહેવામાં સાવધાની રાખવી પ્રવાસ થાય. યુવા વર્ગને નોકરી ધંધો મેળવવામાં સફળતા મલવાની.
સિંહ (મ.ટ.) :- તમારે મહત્વકાંક્ષાઓને કાબુમાં રાખવાની છે. કર્મચારી વર્ગ સાથે સુમેળ રાખવો વિદેશથી લાભ મળવાનો.
કન્યા (પ.ઠ.ણ.) :- પરિવારના સભ્યો સાથે ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખજો ગુસ્સાને લઇને સ્વાસ્થ્ય ઉપર અસર થાય.
તુલા (ર.ત.) :- સંતાનોની સગાઇના પ્રશ્ર્નોમાં સફળતા રહેશે. જુના મિત્રોની મુલાકાત થાય. પ્રવાસની ઇચ્છા ફળે.
વૃશ્ર્ચિક (ન.ય.) :- સ્વાસ્થ્યમાં સુધારો થવાનો મિલ્કતના કોઇ પ્રશ્ર્નો હશે તો તેમાં લાભ માતાનો સહકાર રહેવાનો.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- સાંજ પછીનો સમય લાભદાયક રહે. આવકનું પ્રમાણ વધે. કોમ્પ્યુટર, ટેકનીકલ લાઇનથી લાભ રહે.
મકર (ખ.જ.) :- કારણ વગરનું ટેન્સન રહેવાનું મોટા સાહસો બાબત જાળવવું મા-બાપના સ્વાસ્થ્ય બાબત જાળવવું.
કુંભ (ગ.શ.સ.) :- દેખાદેતીથી જાળવજો તમારી શકિત પ્રમાણે જ કાર્ય કરવું લગ્નજીવનમાં મતભેદોથી જાળવવું.
મીન (દ.ચ.ઝ.) :- આવક વધારવાના પ્રયત્નો ફળે નોકરીમાં નવી ઓફર, સીઝનલ ધંધામાં લાભ-બહેનોથી લાભ.