મુંબઈ,
શાહીદકપુર આજકાલ પોતાની વેબસીરીઝ વીએસઓને લઈને ચર્ચામાં છે.તેમાં તમીલ સુપરસ્ટાર વિજય સેતુપતિએ દમદાર રોલ નિભાવ્યો છે.હાલમાં જ સાઉથ વર્સીસ બોલીવુડ પર છેડાયેલી ચર્ચા પર શાહીદે જણાવ્યુ હતું કે પાંચ વર્ષ પહેલાં તો આપ સાઉથની વાત પણ નહોતા કરતા શા માટે નહોતા કરતા? શું તે વખતે ફિલ્મો હિટ નહોતી થતી? આપ લોકો કઈ વસ્તુની વાત કરતા હતા.
માત્ર સફળતાની સારા સબ્જેકટની કોણ વાત કરતું હતું સારા વિષયની ફિલ્મો વધુ પૈસા નથી કમાતી મને લાગે છે કે કેટલાંક વર્ષોથી ફિલ્મો માત્ર બોક્સ ઓફીસ કલેકશન અને આંકડામાં જ સમેટાઈ ગઈ છે. દરેક વસ્તુને સારા કારણથી પ્રોત્સાહીત કરવી જોઈએ. જો કોઈ ફિલ્મો ચાલી ગઈ તો એનો મતલબ એ નથી કે તેમાં કોઈ ખામી હતી જ નહિં.અથવા કોઈ ફિલ્મ ચાલી નહી તો એનો પણ એવો અર્થ નથી કે તેમાં કંઈ સારૂ હતું જ નહિં. શાહીદ હૈયાવરાળ ઠાલવતા કહે છે કે કોઈને માથે ચડાવી લેવાનો એક ટ્રેંડ આજકાલ બની ગયો છે. આ સારી બાબત નથી આથી કલાકાર હતોત્સાહી થાય છે.