આજે વિશ્ર્વ ચકલી દિવસ,લીમડી નગરના પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા માળા-કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

લીમડી,

ચકલીના રક્ષણ-સંવર્ધન માટે ઈ.સ. 2010થી થતી ઉજવણી. જીવદયા ઘર સહિત સંસ્થાઓ કરે છે. ચકલી જાતે માળો બનાવતી નથી તેથી વિતરણ જરૂરી છે, ઉનાળામાં પ્રાણી-પંખીઓને પીવાના પાણીની પણ જરૂર છે.

લીમડી નગરમાં શહેરીકરણ, ગીચતા, બાલ્કનીના અભાવ, હવા માટે બારીઓને બદલે લાગતા એરક્ધડીશનરના પગલે ગત વર્ષોમાં નાનકડા પ્યારા પંખી ચકલીઓ ગાયબ થતી જતા તા. 20 માર્ચ 2010થી ઉજવાતો વિશ્ર્વ ચકલી દિવસ છે. આ નિમિત્તે લીમડી નગરમાં સાઈ મંદિરનાં બાજુમાં ચબૂતરા પાસે ચકલીઓ માટે કુંડા અને અન્ય પૂઠા થી બનાવેલા માળા તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. લીમડી નગરમાં લીમડી નગરનાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ચકલીના માળા-કુંડા, બર્ડ ફીડર, વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.