આજે વર્ષની સૌથી લાંબી રાત : આ સાથે ઉત્તરાયણ અને શિશિર ૠતુનો પ્રારંભ થશે

અમદાવાદ,

આગામી ૨૧ ડિસેમ્બર-બુધવારના લાંબી અને દિવસ ટૂંકોનો અનુભવ થશે. બુધવારના મધ્યરાત્રિ બાદ એટલે કે ૩ કલાક ૧૮ મિનિટે સાયન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે ઉત્તરાયણ અને શિશિર ૠતુનો પ્રારંભ થશે.

ઉત્તરાયણ-શિશિર ૠતુનો પ્રારંભ થશે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પૃથ્વી ૨૩.૫ ઝૂકેલી હોવાને કારણે દિવસ રાતંમાં લાંબા-ટૂંકા, ફેરફાર અને ૠતુઓ ઉત્પન્ન કરવામાં કારણભૂત હોય છે. પૃથ્વીની ધરી સીધી હોત તો ૧૨-૧૨ કલાકની બને છે. બુધવારે રાજકોટમાં ૧૩ કલાક ૧૪ મિનિટની સૌથી લાંબી રાત્રિનો લોકો અનુભવ કરશે. દિવસનો પ્રકાશ ૧૦.૪૭ કલાક , રાત્રિ ૧૦.૩૪ કલાક અને ક્રમશ: ખગોળીય સંધિકાળ ૫૫ મિનિટ, દરિયાઇ સંધિકાળ ૫૬ મિનિટ, નાગરિક સંધિકાળ ૪૮ મિનિટ તફાવત જોતાં સવરો ૨ કલાક ૩૯ મિનિટ રહેશે.

રાજ્યમાંથી અન્યત્ર સુરતમાં રાત્રિ ૧૩ કલાક ૧૩ મિનિટ ૨૫ સેકન્ડ, જુનાગઢમાં રાત્રિ ૧૩ કલાક ૧૧ મિનિટ ૫ સેકન્ડ, દ્વારકામાં રાત્રિ ૧૩ કલાક ૧૩ મિનિટ ૫૯ સેકન્ડ અને અમદાવાદમાં ૧૩ કલાક ૧૭ મિનિટ ૧૧ સેકન્ડની રહેશે. ૨૨ ડિસેમ્બર-ગુરુવારથી રાત્રિ ક્રમશ: ટૂંકી અને દિવસ ક્રમશ: લાંબો શુરુ થઇ જશે.