ડિસેમ્બરથી બદલી જશે બેંકિંગ, રેલ, રાંધણ ગેસ અને વિમા સાથે જોડાયેલા આ 4 નિયમ

દેશમાં 1લી ડિસેમ્બરથી કોઈ ઘણાં ફેરફાર થવા જઈ રહ્યાં છે જેની સીધી અસર સામાન્ય માણસની જિંદગી પર પડશે. આગામી 1લી ડિસેમ્બરથી બેંકિંગ, રેલ, રાંધણ ગેસ અને વિમા સાથે જોડાયેલા નિયમો બદલી જવાના છે.

RGTS

RBI બેંક ઓફ ઈન્ડિયાએ રિયર ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ(RTGS) સેવા 24x7x365 ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય ડિસેમ્બર 2020થી લાગૂ થશે. હવે RTGS દ્વારા ક્યારેય પણ નાણાં ટ્રાંસફર કરી શકશો. RTGS હાલમાં બેંકોના કામકાજના સમય દરમિયાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. NEFT ડિસેમ્બર 2019થી 24 કલાક કામ કરી રહ્યું છે.

રાંધણ ગેસના ભાવમાં પરિવર્તન

દર મહિનાની પહેલી તારીખે સરકાર રાંધણ ગેસ એટલે કે LPG સિલિંડરના ભાવની સમિક્ષા કરે છે. એટલે કે 1લી ડિસેમ્બરે પણ દેશભરમાં રાંધણ ગેસના ભાવ બદલશે, ગત મહિનાથી આ ભાવમાં કોઈ ફેરફાર આવ્યા નથી.

રેલવે

1લી ડિસેમ્બરથી નવી ટ્રેનો ચાલશે, કોરોના સંકટ બાદથી રેલવે સતત ઘણી નવી સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે. 1લી ડિસેમ્બરથી ચાલનારી ટ્રેનોમાં ઝેલમ એક્સપ્રેસ અને પંજાબ મેલ સામેલ છે. બંન્ને ટ્રેનોને સામાન્ય શ્રેણી હેઠળ ચલાવવામાં આવી રહી છે. 01077/78 પુણે-જમ્મુતાવી પૂણે ઝેલમ સ્પેશિયલ અને 02137/38 મુંબઈ ફિરોઝપુર પંજાબ મેલ સ્પેશિયલ પ્રતિદિવસ ચાલશે.

વીમો

ઘણીવાર લોકો પોતાની વીમા પોલિસીનો હપ્તો ભરી શકતા નથી અને તેમની પોલિસી પૂર્ણ થઈ જાય છે. તેના જમા કરેલા પૈસા ડૂબી જાય છે. પરંતુ હવે નવી વ્યવસ્થા અનુસાર હવે પાંચ વર્ષ બાદ વીમાધારક પ્રીમિયમની રકમને 50% સુધી ઘટાડી શકાય છે. એટલે કે તે અડધા હપ્તા સાથે પોલીસી શરૂ રાખી શકે છે.