આજે સૂર્યગ્રહણ જોકે સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી.

નવીદિલ્હી, કાલે સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય સુતક લાગશે નહિ: પિતૃઓને દીપદાન-તર્પણ કરી શકાશેઆવતીકાલે શનિવારી અમાવસ્યા છે. તા. ૧૪ના સૂર્યગ્રહણ લાગી રહ્યું છે જોકે સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. તે કારણથી તેનું સુતક લાગશે નહી અર્થાત પાળવાનું રહેતું નથી. વિદ્વાનો જણાવે છે કે પિતૃ અમાવસ્યા પૂર્વવત શ્રધા અને વિશ્ર્વાસની સાથે કરે.

આવતીકાલ તા. ૧૪ના ભારતીય સમયાનુસાર રાતના ૮.૩૪ મિનિટથી વર્ષના બીજા સૂર્યગ્રહણનો પ્રારંભ થશે જે રાતના ૨.૨૫ કલાક સુધી રહેશે. એટલા માટે ભારતમાં સુતક લાગશે નહિ. આ ચિત્રા નક્ષત્રમાં થશે આ ગ્રહણ પશ્ર્ચિમી આફ્રિકા, ઉત્તર તથા દક્ષિણ આફ્રિકા, અટલાંટિકા, અંટાર્કટિકામાં જોવા મળશે.

પિતૃઓનું પૂજન મનુષ્યના જીવનમાં કૃપા વરસાવનારૂ, સુખ-શાંતિ, ધન સમૃદ્ધિ તથા પુત્ર-પૌત્ર આપનારૂ છે. કોઇ શુદ્ધ સ્થાન પર ખરા હૃદયથી પૂજા કરવી, પુષ્પ ચઢાવવા. સૂર્યગ્રહણની ભારતમાં કોઇ અસર નથી એટલા માટે ગ્રહણનું સૂતક લાગશે નહિ. સનાતન ધર્મથી સંકળાયેલા પરિવારો પોતાના ઘરે અથવા ગંગાતટ પર પિતૃ તર્પણ કરે.

આવતીકાલે પિતૃ અમાવસ્યામાં બધા પૂર્વજોનું સ્મરણ કરવામાં આવે છે અને તેના નિમિત્તે દાન અને દીપદાન થાય છે. ૧૬ દિવસ દરમ્યાન કોઇ કારણવશ શ્રાદ્ધ કરી શકયા ન હોય તેઓએ આવતીકાલ અમાસના દિવસે કરવું જોઇએ તેની સાથે પૂર્વજ અર્થાત પિતૃ વિદાય લે છે.