આજે ધો-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે : સવારે ૮ કલાકે જાહેર થશે

ગાંધીનગર, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે સવારે ૮:૦૦ વાગે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આવતીકાલે ૩૧ મેના રોજ જાહેર પરિણામ વેબસાઈટ પર મૂકાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવશે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ ઉપર રિઝલ્ટ મેળવી શકશે.

ધોરણ ૧૨ કોમર્સનું આવતીકાલે પરિણામ છે. વિદ્યાર્થીઓ આતુરતાથી આ પરિણામની રાહ જોઈને બેસ્યા હતા. આ પરિણામ બાદ તેઓ વિવિધ સ્ટ્રીમમાં ડિગ્રી માટે એપ્લિકેશન કરી શકશે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સાયન્સની જેમ આ પરિણામ પણ વોટ્સએપ નંબર પર મળી શકશે. વિદ્યાર્થીઓ ૬૩૫૭૩૦૦૯૭૧ નંબર પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પોતાનું પરિણામ મેળવી શકશે.

જોકે, આ પરિણામ પર સૌની જર છે. કારણ કે, કોરોનાને કારણે આ વર્ષે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામને અસર પડી છે. ત્યારે ધોરણ ૧૨ કોમર્સનું પરિણામ ઘટશે કે વધશે તેના પર ફોક્સ રહેશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરના ૪.૫૦ લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. અગાઉ ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. અને આ અઠવાડિયામાં જ ધોરણ-૧૦ નું પરિણામ પણ જાહેર થયુ છે.