આજે રાતે જોવા મળશે ‘બ્લૂ મૂન’, બીજા વિશ્વ યુદ્ધ બાદ પહેલીવાર જોવા મળશે આવો નજારો

વર્ષ 2020ના ઓક્ટોબર મહિનાનો શનિવાર 31મી ઓક્ટોબરે ‘બ્લૂ મૂન’ના સાક્ષી બનશે અને આ દરમિયાન એક મહિનાની અંદર બીજીવાર દુર્લભ પૂર્ણ ચંદ્ર જોવા મળશે. સામાન્ય રીતે દર મહીનામાં એકવાર પૂર્ણિમાં અને એકવાર અમાસ હોય છે. જોકે એ ખુબ દુર્લભ છે કે એક જ મહિનામાં બે વાર પૂર્ણિમા એટલે કે પૂર્ણ ચંદ્ર હોય, એવામાં બીજા પૂર્ણ ચંદ્રને ‘બ્લૂ મૂન’ કહેવામાં આવે છે.

શનિવારે ‘બ્લૂ મૂન’ની સાક્ષી પુરી દુનિયા બનશે. જે બાદ હવે લોકોને વર્ષ 2039માં ‘બ્લૂ મૂન’ જોવા મળશે. શનિવારે દુનિયાભરના લોકો આવા દુર્લભ ચંદ્રને પોતાની આંખોથી જોઈ શકશે. આ પ્રકારની સ્થિતિ લગભગ 8 દશક બાદ આવશે.

જણાવવામાં આવે છે કે જ્યારે બીજું વિશ્વ યુદ્ધ થયું હતુ ત્યારે સમગ્ર વિશ્વમાં ‘બ્લૂ મૂન’ એક સાથે જોવા મળ્યો હતો. જે બાદ આવા ચંદ્રના દર્શન કરવા માટે 76 વર્ષનો લાંબો સમય લાગ્યો હતો. જાણકારોનું માનીએ તો ‘બ્લૂ મૂન’ કહેવાતા આ દુર્લભ નજારો આ વખતે લોકો માટે ઘણો ખાસ હશે.

બ્લૂ મૂન’ને લઈને નહેરુ તારામંડળના નિદેશક અરવિંદ પરાંજપેએ કહ્યું કે, એક ઓક્ટોબરે પૂર્ણિમા હતી અને હવે બીજી પૂર્ણિમા 31 ઓક્ટોબરે હશે. તેમણે કહ્યું કે, તેમાં કેટલીક ગાણિતિક ગણતરીઓ પણ સામેલ છે. તેમણે કહ્યું કે, ચંદ્ર મહિનાની અવધી 29.531 દિવસો અથવા 29 દિવસ, 12 કલાક, 44 મીનિટ અને 38 સેકન્ડ હોય છે તેથી એક જ મહીનામાં બે વાર પૂર્ણિમા સુધી હોય છે જ્યારે પહેલી પૂર્ણિમા મહિનાની પહેલી કે બીજી તારીખે હોય.

તેમણે કહ્યું કે, 30 દિવસવાળા મહીનામાં છેલ્લીવાર 30 જુન 2007ના રોજ ‘બ્લૂ મૂન’ હતો અને હવે આ 30 સપ્ટેમ્બર 2050ના રોજ હશે. વર્ષ 2018માં બે વાર આવી સ્થિતિ આવી હતી. જ્યારે ‘બ્લૂ મૂન’ની ઘટના થઈ. એ દરમિયાન પહેલો ‘બ્લૂ મૂન’ 31 જાન્યુઆરી જ્યારે બીજો 31 માર્ચે થયો. જે બાદ આગામી ‘બ્લૂ મૂન’ 31 ઓગસ્ટે થશે. 30 દિવસના મહિના દરમિયાન ‘બ્લૂ મૂન’ થવો કોઈ સામાન્ય વાત નથી.