ગોધરા,
ગુજરાત રાજ્યની 93 બેઠકો ઉપર બીજા તબકકાનું મતદાન આજે યોજાનાર હોય તેમાં પંચમહાલ જીલ્લાના પ વિધાનસભા બેઠકોના ઉપર થી 34 ઉમેદવારો માટે મતદાન યોજાશે. જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદાન મથકો સુધી EVM અને VVPAT મશીન સાથે કર્મીઓ મતદાન સ્થળોએ રવાના થયા.
5 ડિસેમ્બરના રોજ રાજ્યની 93 બેઠકો માટે બીજા તબકકા માટે મતદાન યોજાનાર છે. પંચમહાલ જીલ્લા પાંંચ બેઠકો ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા, મોરવા(હ)ના 34 ઉમેદવારો માટે મતદારો પોતાના અધિકારનો પ્રયોગ કરશે. જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા તમામ વિધાનસભા મથકો ખાતેથી EVM અને VVPAT મશીનો સાથે ચુંટણી કર્મીઓને ફાળવણી કરીને વાહનો મારફતે મતદાન મથકો ખાતે રવાના કરવામાં આવ્યા. પંચમહાલ જીલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં લોકતંત્રનો પર્વએ મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જીલ્લાના સંવેદનશીલ મતદાન મથકો ઉ5ર ખાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સવારે મતદાન શરૂ કરાશે. ત્યારે ઉમેદવારો અને તેમના ટેકેદારો દ્વારા મતદાન મોટા પ્રમાણમાં થાય તે માટે કામગીરી આરંભી છે.