- સુપ્રીમ કોર્ટ સરકારથી પંગો લેવાથી ડરે છે,જયાં સુધી પલટવાર થશે નહીં આ લોકો માનનાર નથી.
નવીદિલ્હી,
સીનિયર વકીલ દુષ્યંત દવે માને છે કે સુપ્રીમ કોર્ટ સરકારથી આમને સામનેની લડાઇ લડવામાં ડરે છેં.આજ કારણ છે કે ૧૯૯૩ બાદથી કયારેય પણ ન્યાયિક નિયુક્તિઓના મામલામાં પોવર ઓફ કંટેપ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જયાં સુધી સુપ્રીમ કોર્ટ સરકાર પર પલટવાર નહીં કરે ત્યાં સુધી તેના અધિકાર ક્ષેત્રમાં સરકારી દખલ થતી રહેશે સુપ્રીમ કોર્ટે પંગો લેવો જ પડશે.
એક સેમિનારમાં દવેએ ન્યાયમૂર્તિ મુરલીધરનો ઉલ્લેખ કરી સુપ્રીમ કોર્ટની લાચારી જાહેર કરી તેમનું કહેવુ હતું કે ન્યાયમૂર્તિ મુરલીધર સારી સમજવાળા વ્યક્તિ છે.કાનુની મામલા તેમની જાણકારીથી હજુ વાફેક છે.તેમની જગ્યા સુપ્રીમ કોર્ટમાં હોવી જોઇતી હતી પરંતુ સરકારે અવરોધ ઉભો કર્યો અને તે હજુ સુધી એક સારી હાઇકોર્ટ માટે પણ તરસી રહ્યાં છે.
દુષ્યંત દવેએ કહ્યું કે ન્યાયપાલિકા એવા જજોથી ભરેલી પડી છે જેમને કાનુનની બાબતમાં વધુ કાંઇ ખબર નથી તેમની પાસે તે કમિટમેંટ પણ નથી જે ન્યાયપાલિકા માટે હોવી જોઇએ દવેનું કહેવુ હતું કે એકસ સીજેઆઇ યુયુ લલિત,ન્યાયમૂર્તિ એમ બી લોકુર ભારતના અત્યાર સુધીના સારી જજ રહ્યાં છે પરંતુ આ તમામ લોકો લુપ્ત થતી પ્રજાતિનો હિસ્સો છે.તેમનું કહેવુ હતું કે કોલેજિયમ સિસ્ટમ સારી જજોની સામે લાવવામાં નિષ્ફળ રહ્યાં છે.જો આમ થાત તો ન્યાયમૂર્તિ મુરલીધર,ન્યાયમૂર્તિ અખિલ કુરૈશી સુપ્રીમ કોર્ટની શોભા વધારતા રહ્યાં હોત તેમનું કહેવુ છે કે સુપ્રીમ કોર્ટે આ તમામના મામલામાં સરકારની સામે આત્મસમર્પણ કરી દીધુ.
સીનિયર વકીલે કહ્યું કે ભારતના લોકો શાંતિપ્રિય છે જયારે ઇઝરાયલ અને પાકિસ્તાનને જોઇએ તો ત્યાં આવી સ્થિતિ નથી ઇઝરાયના વડાપ્રધાને ન્યાયપાલિકામાં અતિક્રમણનો પ્રયાસ કર્યો તો લોકો રસ્તા પર ઉતરી આવ્યા સરકારને બેકફુટ પર જવું પડયું પાકિસ્તાનમાં પણ જનરલ પરવેજ મુશર્રફે જયારે જુડિશિરીને કાબુ કરવાનો પ્રયાસ કર્યો તો પણ વારંવાર અને બાર અને અન્ય લોકોએ તેમને બેકફિટ પર ધકેલી દીધા તેમનું કહેવુ હતું કે ભારતમાં ન તો બાર છે અને ન તો લોકો ન્યાયપાલિકાની આઝાદીને લઇ ગંભીર નથી.
તેમનું કહેવુ હતું કે આજે ન્યાયપાલિકામાં મોટા પાયા પર સરકારની દખલ થઇ રહી છે આજે જે થઇ રહ્યું છે તે ઇન્દિરા ગાંધીના સમયમાં પણ થયું હતું ત્યારે પણ ન્યાયપાલિકા નબળી કરવામાં આવી હતી પરંતુ આજના સમયની જરૂરત છે કે સુપ્રીમ કોટે સરકારપર પલટવાર કરવો પડશે અવમાનના તેનું સારૂ હથિયાર છે કોર્ટ તેને ઉપયોગ કરે.