મુંબઇ, ભારતીય શેરબજારનું બુધવારનું ટ્રેડિંગ સત્ર ઉતાર-ચઢાવથી ભરેલું હતું. જોકે બજારના તમામ મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. મ્જીઈ સેન્સેક્સ ૪૦૮ પોઈન્ટ અથવા ૦.૫૫ ટકા વધીને ૭૪,૦૮૫ પર બંધ થયો. નિફ્ટી ૧૧૭ પોઈન્ટ અથવા ૦.૫૫ ટકા વધીને ૨૨,૪૭૪ પોઈન્ટ પર બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે, આજે સેન્સેક્સ અને નિફ્ટીએ ૭૪,૧૫૧ પોઈન્ટ અને ૨૨,૪૯૭ પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે.
જોકે આજે બજારમાં ઘટતા શેરોની સંખ્યા ઉંચી રહી હતી. એનએસઇ પર ૧૭૮૨ શેર લાલ નિશાનમાં બંધ થયા જ્યારે ૪૨૭ શેર લીલા નિશાનમાં બંધ થયા. બેક્ધિંગ શેર્સમાં આજે તેજીનું વલણ હતું. નિફ્ટી બેંક ૩૮૪ પોઈન્ટ અથવા ૦.૮૧ ટકાના ઉછાળા સાથે ૪૭,૯૬૫ પોઈન્ટ પર બંધ થયો હતો. જોકે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલીનો દબદબો રહ્યો હતો. નિફ્ટી મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૫૨ ટકા અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ઈન્ડેક્સ ૨ ટકા તૂટ્યો છે.