- 18 સભ્યો ધરાવતી કાલોલમાં મોટી સહકારી સંસ્થા છે.
- છેલ્લા કેટલાક સમયથી પાર્ટીના મેન્ડેડ પ્રક્રિયાને લઈને છુપી નારાજગી છવાયેલી છે ત્યારે પાર્ટી કયુું સ્ટેન્ડ લેશે તેના પર સૌની નજર.
આજે કાલોલ એપીએમસીની ચેરમેન, વાઈસ ચેરમેનની અત્યંત રસાકસી પૂર્વક ચુંટણી યોજાવાની છે. તે પૂર્વે માણીતા ચહેરાઓને પસંદ કરવા બંધ બારણે મેન્ડેટ આધારીત હોદ્દેદારની પસંદગી થશે કે ફોર્મ ભરાઈને મતદાન યોજાશે તે અંગેની રાજકીય ગણતરીઓ મંડાઈ રહેવાની લઈને રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. જોકે, મેન્ડેટ આધારીત થતી પસંદગીને લઈને ભાજપના જ કાર્યકરોમાં સમગ્ર ગુજરાતભરમાંં નારાજગીનું વાતાવરણ છવાયેલું છે.
કમિટીમાં ભાજપનો દબદબો રહ્યો છે. ભાજપ દ્વારા કોના નામનુ મેંડેટ આવે તેના પર સૌ ની નજર છે. વર્ષો થી ચાલતી પરંપરા મુજબ નિયમો નેવે મૂકીને ભાજપ પાર્ટી જુના જોગીઓ પર પસંદગી ઉતારશે કે પછી નવા કાર્યકરોને તક આપશે કે નો રીપિટ થીયેરી આવશે તો જૂના જોગીઓના પત્તા સાફ થઇ જવાની શક્યતા નકારી શકાય નહીં અને જો અને તો વચ્ચે કઈક નવાજૂની ના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. કાલોલ સંગઠન અને કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને સાંસદ પણ કાલોલ તાલુકાના રહીશ હોવાના કારણે ખુબ જ રસાકસી જામવાની શક્યતાઓ છે. મળતી માહીતી મુજબ પાંચ થી છ જેટલા દાવેદારો હાલમાં પોત પોતાના ગોડફાધરો ના શરણે જઈ પોતાની લોબી મજબૂત કરી રહ્યા છે. ત્યારે સોમવારે યોજાનાર ચૂંટણી પ્રક્રિયામાં કોના નામના મેન્ડેટ ખૂલે છે, એ તો સોમવારે જાહેર થઈ જશે.
પરંતું હાલ દાવેદારોમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બનવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. આજે કાલોલ એપીએમસી ખાતે 18 સભ્યો ધરાવતી સભ્યો વચ્ચે ચેરમેનન, વાઈ ચેરમેનની ચુંટણી યોજાવાની છે. છેલ્લા કેટલાક દિવસોથી ચુંટણી પ્રક્રિયા થયા બાદ મહત્વના હોદ્દેદારોની નિમણુંકને લઈને કોઇ કારણોસર વિલંબ સર્જાયો હતો. ત્યારે હવે માર્ગ મોકળો બનતા આજે અત્યંત રસાકસી સાથે નિમણૂંક પ્રક્રિયા સંપન્ન કરવા તંત્ર સજજ બન્યું છે. જોકે, ભારતીય જનતા પાર્ટી મેન્ડેડનો રસ્તો અપનાવે છે કે, પછી સ્વંંતત્ર રીતે સહકાર સેલને પોતાના તાબાથી વિમુખ રાખીને સ્વૈચ્છિક લોકશાહી ઢબે પ્રક્રિયા યોજવા નિર્ણય લે છે તેના પર ભારતીય જનતા પાર્ટીનો રાજકીય સમીકરણો ઉપર મદાર સાથે અસર જમાવશે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા મેન્ડેડ પ્રક્રિયાનો હથકંડો અપનાવીને નિયંત્રણ વચ્ચે સત્તાની કમાન મોવડી મંડળ પાસે રાખી હતી. પરંતુ ઈપકો જેવી ચુંટણીમાં મેન્ડેડની વિરૂદ્ધ જઈને ફોર્મ ભરનાર પેનલ વિજેતા નિવડી હતી તો બીજી તરફ નાફેડ જેવી રાષ્ટ્રીય સંસ્થામાં પણ લોકશાહી ઢબે સંપન્ન કરવામાં આવી હતી. ત્યારે હવે કાલોલ એપીએમસીમાં પાર્ટી કયા પ્રકારનું સ્ટેન્ડ લેશે તે જોવું રહ્યું.