આજે બેન્ક હડતાળથી રૂ.18,000 કરોડના ચેકનું ક્લિયરન્સ અટક્યું : ક્યાં સુધી હડતાળ હડતાળ રમીશું આપણે?

હડતાળને આપણે આપણી વાત મનાવવાનું હથિયાર બનાવી લીધું હોય એમ નાની મોટી બાબતોને મનાવવા માટે હડતાળ કરતા થઈ ગયા છીએ. પણ વિચારવાનું એ છે કે આટલી હડતાળ અને હડતાળથી થતા નુકસાન બાદ પણ આપણી જરૂરિયાતોનો કે માગોનો સ્વીકાર થાય છે ખરા? જ્યારે પર્પસ ક્લિયર નથી થતો તો હડતાળથી થતું નુકસાન ક્યાં સુધી? વાસ્તવિક અને અસરકારક પરિણામ માટે ચોક્કસ અને નક્કર એક્શન લેવા માટે વિચારવું જ રહ્યું. કારણકે આજે એક જ દિવસમાં બેન્કની હડતાળથી રૂ.18,000 કરોડના ચેકના ક્લિયરન્સ અટકી ગયા છે અને આવા તો કેટલાય કામ ઠપ થઈ ગયા.

આજે બેન્ક દ્વારા દેશવ્યાપી હડતાળ કરવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં બેન્ક કર્મચારીઓ જોડાયા હતા અને બેન્કોની કામગીરી ઠપ થઈ હતી. હડતાળમાં ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોય એસોસિએશન AIBEA સહિત અન્ય બેન્ક યુનિયન જેવા કે, AIBOA, BEFI, INBEF, AIRBEA, AIRBWF, ક્ષેત્રિમ ગ્રામિણ બેન્કોનું સંગઠન અને સહકારી બેન્કોનું સંગઠન પણ જોડાયુ હતુ. આજની દેશવ્યાપી બેન્ક કર્મચારીઓની હડતાળથી લગભગ રૂ.18,000 કરોડની મૂલ્યના અંદાજ 20 કરોડ જેટલા ચેકોને ક્લિયરન્સમાં મોકલી શકાયા ન હતા.

આ અંગે AIBEAના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓ જુસ્સા સાથે હડતાળમાં જોડાયા હતા અને સરકારની નીતિઓ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ તેનાથી, આજની દેશવ્યાપી હડતાળને કારણે ક્લિયરિંગ હાઉસો પર રૂ.18,000 કરોડની રકમના લગભગ 20 લાખ ચેક મોકલી શકાયા નથી.