આજે શિક્ષક દિનના દિવસે ગાંધીનગરમાં 44 શ્રેષ્ટ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું

આજે 5 સપ્ટેમ્બર દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજ્યંતિ. આજના દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે અને આપણા જીવનમાં તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવવામાં આવે છે. એક શ્રેષ્ટ રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકનો ફાળો અમૂલ્ય હોય છે. ત્યારે શિક્ષકનું સન્માન કરો તેટલું ઓછું છે. ત્યારે, દરવર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યસરકાર દ્વારા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે શિક્ષક દિવસ પર ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. ગાંધીનગર ખાતે પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીએ 44 શિક્ષકોનું સન્માન કર્યું હતું. અને આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ સૌ કોઈને શિક્ષકદિનની શુભકામના પાઠવી હતી.અને જણાવ્યું કે હવે નવી શિક્ષણ નીતિનો અક્ષરસહ અમલવારી થશે.સાથે જ શિક્ષણ નીતીના મહત્વના ૧૩ મુદ્દાઓ વિશે વાત કરી હતી.