આજની પેઢીએ ઓએમજી-૨ ફિલ્મ જોવી જોઈએ, ફિલ્મ સારી છે.: સદગુરૂ

મુંબઇ, અક્ષય કુમારે તાજેતરમાં યોગી સદગુરુ માટે ઓએમજી ૨’ ની વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ ફિલ્મ જોયા બાદ સદગુરુએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. સદગુરુએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી ૨’ની પ્રશંસા કરી છે.

સદગુરુએ ટ્વિટર પર લખ્યું, ’નમસ્કારમ અક્ષય કુમાર, ફિલ્મ ઓએમજી ૨ ના સીન અદ્ભુત છે. જો આપણે સારા સમાજનું નિર્માણ કરવું હોય તો મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે. આજની પેઢીએ આ ફિલ્મ જોવી જોઈએ, ફિલ્મ સારી છે.

સદગુરુના ટ્વિટ પર પ્રતિક્રિયા આપી, અક્ષય કુમારે લખ્યું, ’નમસ્કારમ સદગુરુ, તે મારા માટે સન્માનની વાત છે કે તમે મારી ફિલ્મ જોવા માટે સમય કાઢ્યો.ઓએમજી ૨ જોયા પછી તમારા માહિતીપ્રદ પ્રતિસાદ બદલ આભાર. મારી ટીમ અને હું ખૂબ જ ખુશ છીએ કે તમને ફિલ્મ ગમી અને અમને આશીર્વાદ આપ્યા.

હાલ અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ ’ઓએમજી ૨’ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. સની દેઓલ-અમિષા પટેલની ફિલ્મ ’ગદર ૨’ ૧૧ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.