
નવીદિલ્હી, સોમવાર એટલે કે આજે સાંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે. ૫ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપ ત્રણ રાજ્યમાં તેની જીતને લઈ ખૂબ જ ઉત્સાહિત છે. આ શિયાળુ સત્ર ૨૨ ડિસેમ્બર સુધી ચાલશે. સાથે જ આ સત્રમાં કુલ ૧૯ બિલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે વડાપ્રધાનમોદી આજે સવારે ૧૦.૧૫ કલાકે સંબોધન કર્યું હતું અને આ પહેલા સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી વિપક્ષી દળો સાથે બેઠક કરી ચુક્યા છે.
આજથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે, જ્યારે વિપક્ષી દળો મણિપુર જેવા કેટલાક મુદ્દા ઉઠાવશે અને તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગનો પ્રયાસ કરી શકે છે. સંસદના આ સત્ર દરમિયાન, જ્યારે ગૃહની નીતિશા સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવશે ત્યારે લોક્સભામાં હોબાળો થઈ શકે છે. જેમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને ’લાંચ લીધા પછી પ્રશ્ર્નો પૂછવાના’ આરોપમાં નિષ્કાસિત કરવાની ભલામણ કરવામાં આવી છે.
સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે કહ્યું હતું કે તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે પરંતુ વિપક્ષે એ પણ સુનિશ્ર્ચિત કરવું પડશે કે ગૃહમાં ચર્ચા માટે સંપૂર્ણ વાતાવરણ બનાવવામાં આવે અને કોઈ વિક્ષેપ ન થાય. લોક્સભાના શિયાળુ સત્રમાં કુલ ૧૯ બિલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. જેમાં કેટલાક બિલ લોક્સભામાં તો કેટલાક રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યા છે.
મોદી સરકાર માટે મહત્વનો પડકાર ત્રણ બિલ (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા બિલ) પસાર કરવાનો હશે. ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ દ્વારા આની તપાસ કરવામાં આવી હતી. સરકાર પેનલની ભલામણો સ્વીકારશે કે તેમાંના કેટલાકને સામેલ કરશે કે કેમ તે બિલ રજૂ થશે ત્યારે ખબર પડશે.
જણાવી દઈએ કે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ જ સાંસદ મહુઆ મોઇત્રા પર આરોપ લગાવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે મહુઆએ ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના કહેવા પર સંસદમાં અદાણી જૂથ અને પીએમ મોદી પર સતત નિશાન સાયું હતું. બદલામાં તેને બિઝનેસમેન તરફથી ભેટ મળી. એજન્ડા પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી. અગાઉ ૨ ડિસેમ્બરે સત્રના એજન્ડાની ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ૨૩ પક્ષોના ૩૦ નેતાઓએ હાજરી આપી હતી. બેઠકમાં સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે શિયાળુ સત્રમાં કુલ ૧૫ બેઠકો થશે.
ટીએમસીએ બેઠકમાં આ આરોપ લગાવ્યો હતો.તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સૂત્રોએ બેઠકમાં જણાવ્યું હતું કે પાર્ટીએ સર્વદળીય બેઠકમાં ૬ મુદ્દા ઉઠાવ્યા હતા.TMC નું પ્રતિનિધિત્વ સુદીપ બંદોપાયાય અને ડેરેક ઓ’બ્રાયન (બંને ગૃહોમાં પક્ષના સંસદીય દળના નેતાઓ) દ્વારા કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીએમસીના નેતાઓએ બેઠકમાં કહ્યું હતું કે ’કમનસીબે કેન્દ્ર સરકારે સંસદ સત્ર પહેલા આ સર્વપક્ષીય બેઠકોને સમયનો વ્યય બનાવી દીધો છે. ટીએમસીના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ગયા સત્રમાં, સરકારે સર્વપક્ષીય બેઠકમાં તેમને કહ્યા વિના સત્રની મધ્યમાં ગુપ્ત રીતે બિલ ઉમેર્યા હતા.