૧૮મી લોક્સભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થયું છે ૩ જુલાઈ સુધી ચાલનારા સત્રના પ્રથમ બે દિવસે નવા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. આજે પ્રથમ દિવસે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કેબિનેટ મંત્રીઓ સાંસદ તરીકે શપથ લીધાં. પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે તેમને સદનની અંદર સાંસદ તરીકે શપથ લેવડાવ્યા. પીએમ મોદી બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ ક્રમશ ચૂંટાયેલાં સાંસદ તરીકે અને સદનના સભ્ય તરીકેના શપથ લીધાં. તે પછી મંત્રી પરિષદના અન્ય સભ્યોએ સાંસદ તરીકે શપથ લીધાં હતાં ત્યારબાદ નવા ચુંટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવ્યા હતાં
જણાવી દઈએ કે, નવા લોક્સભા અયક્ષની ચૂંટણી બુધવારે થશે,રાષ્ટ્રપતિનું સંબોધન : ૨૭ જૂને થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોક્સભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે અને નવી સરકારના રોડમેપની રૂપરેખા રજૂ કરશે. રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા કરવામાં આવશે અને સંબોધન પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં તેમની મંત્રી પરિષદની રજૂઆત કરે તેવી અપેક્ષા છે. ત્યારબાદ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં વિરોધ પક્ષો આક્રમક વલણ અપનાવી શકે છે. આ મુજબ આમ આ સત્ર કુલ ૧૦ દિવસ ચાલશે, જેમાં ૮ મહત્ત્વની બેઠકો કરવામાં આવશે.
વિપક્ષે નીટ યુજી પેપર લીક અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓને મોકૂફ રાખવાના મામલે સરકારને ઘેરવાની રણનીતિ પણ બનાવી છે, જેના કારણે પહેલા જ દિવસે મોટો હોબાળો થવાની સંભાવના છે.કોંગ્રેસે નવા સત્રના આરંભ સાથે વડાપ્રધાન મોદી અને ભાજપને ઘેરવાની શરૂઆત કરી છે. સત્રના આરંભ સમયે સોનિયા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ બંધારણની નકલો લઈ દેખાવ કર્યો હતો.
કોંગ્રેસ પાર્ટીમાં મહત્વનું સ્થાન ધરાવતા કે.સી.વેણુગોપાલે ટ્વીટ કરતાં કહ્યું કે ૧૮મી લોક્સભાના સત્રની શરૂઆત થઈ રહી છે. અમે લોકશાહીના રક્ષક છીએ. અમે બંધારણના રક્ષણ અને સમર્થન માટે પ્રતિબદ્ધ છીએ. અમે અન્યાય સામે લડવાના અમારા સંકલ્પમાં સંગઠીત છીએ. બાપુના આશીર્વાદ અને સંસદમાં લોકોના પ્રશ્ર્નો, પડકારો, આશાઓ અને આકાંક્ષાઓને અવાજ આપવા અને સરકારને દર મિનિટે અંકુશમાં રાખવાના નવેસરથી સંકલ્પ સાથે ઇન્ડિયા મહાગઠબંધન પડકાર આપશે.
નવા સત્રના આરંભમાં કોંગ્રેસ પાર્ટી કેવા પ્રકારની તૈયારી સાથે સંસદમાં આવશે તેને લઈને રાહુલ ગાંધીને પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ દ્વારા આજે સંસદમાં બંધારણની નકલો લઈ જવા અંગે પૂછવામાં આવતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કહે છે,વડાપ્રધાન અને અમિત શાહ બંધારણ પર જે હુમલો કરી રહ્યા છે તે અમને સ્વીકાર્ય નથી, અમે તેનો વિરોધ કરીશું. આવું ન થવા દઈએ તો, અમે શપથ લેતી વખતે બંધારણને પકડી રાખ્યું હતું અમારો સંદેશ જઈ રહ્યો છે, ભારતના બંધારણને કોઈ શક્તિ સ્પર્શી શકશે નહીં.
આસામની ધુબરી લોક્સભા બેઠક પરથી જીતેલા કોંગ્રેસના રકીબુલ હુસૈને સોમવારે લોક્સભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. તેણે અલ્લાહના નામ પર ઉર્દૂમાં શપથ લીધા. ખાસ વાત એ હતી કે શપથ લેતી વખતે તેમના હાથમાં બંધારણની કોપી હતી. ૧૮મી લોક્સભા ચૂંટણીમાં હસનના નામે એક રેકોર્ડ નોંધાયેલ છે જે સૌથી વધુ મતોથી જીત્યા હતા.
આજે સંસદમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ચિરાગ પાસવાન પણ તેમની પરિચિત શૈલીમાં દેખાયા હતા. તેમણે વાદળી જીન્સ અને સફેદ કુર્તો પહેર્યો હતો અને તેના કપાળ પર તિલક લગાવ્યું હતું. આ પછી ચિરાગે પણ માથું નમાવીને પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું.
બિહારના દરભંગા લોક્સભા મતવિસ્તારના બીજેપી સાંસદ ગોપાલજી ઠાકુરે એક ’પગ’ પહેર્યું હતું જેની ચારેબાજુ કમળની ડિઝાઇન હતી. પીળા અને કેસરી રંગનું આ સગડ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. ગોપાલજી ઠાકુરે પીળા રંગનો કુર્તો, સમાન રંગની સાડી, પીળા-વાદળી રંગનો પટકા અને સફેદ રંગનો પાયજામા પહેર્યો હતો. આનાથી તે એકદમ આકર્ષક દેખાતા હતા. તે જ સમયે, બિહારના મધુબની લોક્સભા ક્ષેત્રના સાંસદ અશોક કુમાર યાદવ પણ ખાસ પાગ અને પટકા પહેરેલા જોવા મળ્યા હતા. પાગ અને પટકા પર રંગબેરંગી ફૂલો જોવા મળ્યા હતા.
સફેદ રંગ પર ફૂલોની પેઇન્ટિંગ ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સિવાય તેના ચશ્મા અને સાડી પણ મેચિંગ હતી. પાગ, સદરી અને પટકા ચમક્તા સફેદ કુર્તા-પાયજામામાં વશીકરણ ઉમેરી રહ્યા હતા. અભિનેત્રી કંગના રનૌટે પણ સંસદસભ્ય તરીકેના સોગંદ લીધા હતાં મોદી આજે ૧૮મી લોક્સભાના પ્રથમ સત્ર માટે ગૃહમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે તેઓ હસતા જોવા મળ્યા હતા.મોદી ગૃહમાં પ્રવેશ્યા ત્યારે ત્યાં હાજર અન્ય સાંસદો તેમનું સ્વાગત કરવા માટે ઉભા થઈને તાળીઓ પાડતા જોવા મળ્યા હતા. તે જ સમયે, પીએમ મોદી પણ હાથ જોડીને સાંસદોનું અભિવાદન સ્વીકારતા જોવા મળ્યા હતા. જ્યારે બીજા છેડે રાહુલ અને અખિલેશ સાથે બેઠા જોવા મળ્યા હતા.