આવતીકાલ તારીખ 23 સપ્ટેમ્બરથી લઈને 29 સપ્ટેમ્બર સુધી અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજનાર છે. ભાદરવી મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઇભક્તો પગપાળા સંઘો લઈને માતાજીના ચરણે આવતા હોય છે. ત્યારે વહીવટી તંત્ર, યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી અંબાજી આવતા દર્શનાર્થીઓની સુવિધા સહિત મનોરંજનની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. વહીવટી તંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી અંબાજીના વિવિધ માર્ગો ભાદરવી પૂનમને લઈ શણગારવામાં આવ્યા છે. રંગબેરંગી રોશનીથી યાત્રાધામ અંબાજી જગમગાઈ ઉઠ્યો છે.
હાલમાં ભાદરવી પૂનમની રોનક યાત્રાધામ અંબાજીમાં જોવા મળી રહી છે. ભાદરવી પૂનમના મહામેળામાં યાત્રાધામ અંબાજી રોશનીથી જગમગી ઉઠ્યું છે. અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. અલૌકિક અને અદ્ભુત રોશનીથી અંબાજી મંદિરની સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા છે. સાથે સાથે અંબાજીના વિવિધ માર્ગો પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે.