મેષ:આર્થિક મામલામાં આજનો દિવસ તમારી તરફેણમાં રહેશે. જો તમે રોકાણ કરવા માગતા હો તો આજનો દિવસ સારો રહેશે. પારિવારિક જીવનમાં સુસંગતતા રહેશે, પરંતુ તમારે વાણી અને વર્તન પર સંયમ રાખવો પડશે.
વૃષભ: આજનો દિવસ તમારા માટે પ્રોત્સાહક છે. મોટા ભાઈ-બહેનોનો સહયોગ મળશે. તમે આજે સાહસ અને જોખમી કાર્યમાં પણ હાથ મિલાવી શકો છો. વેચાણ માર્કેટિંગ કરનારા લોકો આ અઠવાડિયામાં તેમના લક્ષ્યાંક વિશે વિચારશીલ રહેશે.
મિથુન: આજેં મનોબળ વધુ રહેશે. વિદ્યાર્થીઓએ ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, મન ટેક્નિકલ ચીજો તરફ વધુ આગળ વધશે. આર્થિક મામલામાં ઉદ્યોગપતિઓ માટે આજનો દિવસ સારો છે.
કર્ક: આજે તમારા જ્ઞાનનો વિકાસ થશે. કાર્યસ્થળમાં પરિસ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ માર્કેટિંગ અને વેચાણથી સંબંધિત લોકો પર લક્ષ્ય દબાણ રહેશે. ધંધામાં લાભ વધશે. બાળકોના શિક્ષણ અંગે ચિંતા રહેશે.
સિંહ: આજનો દિવસ માનસિક ગૂંચવળવાળો દિવસ બની શકે છે. તમારે વિવિધ કાર્યો અને યોજનાઓમાં સામેલ થવું પડી શકે છે. આર્થિક વ્યવહાર અને ધંધા માટે દિવસ સાનુકૂળ રહેશે.
કન્યા: આજે ક્ષેત્રમાં જવાબદારીઓનું દબાણ રહેશે, પરંતુ અધિકારીઓનો સહયોગ રહેશે. જો તમે કોઈ નવું કાર્ય અથવા યોજના શરૂ કરવાનું વિચારી રહ્યાં છો, તો આગળ વધો. આર્થિક મામલામાં દિવસ સામાન્ય રહેશે.
તુલા: દિવસની શરૂઆત રોમાંસથી થશે, પરંતુ વધારે પડતું ખાવાનું ટાળો. કાર્યક્ષેત્રમાં ભૂતકાળના અધૂરા કામ અને લક્ષ્ય પર દબાણ રહેશે. કોઈપણ મહત્વપૂર્ણ વસ્તુની ખરીદી માટે તૈયાર થઈ શકો છો, પરંતુ બજેટ અને સંજોગોનો વિચાર કરવાથી હમણાં મૂડ બદલાઈ શકે છે.
વૃશ્ર્ચિક: આજે ઉતાર-ચઢાવથી ભરપૂર રહેશે. આજે ઉતાવળમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ના લેશો, નુક્સાન થઈ શકે છે. નાના કામ પણ આજે મુશ્કેલી આપશે. ધંધામાં લાભ સામાન્ય રહેશે.
ધન: આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયક રહેશે, તમારી મહેનત સફળતાનો આધાર બનશે, નસીબથી વધુ અપેક્ષા ના રાખો. તમે કેટલીક જૂની બાબતો વિશે વિચારશો.
મકર: તમને આજે ક્ષેત્રમાં ટેક્નિકલ જ્ઞાન અને અનુભવનો લાભ મળશે. તમને ધર્મમાં રસ રહેશે. કોઈ જૂના મિત્ર અને સંબંધીનો સંપર્ક કરી શકો છે. સ્વાસ્થ્યની બાબતમાં તમારે જાગ્રત રહેવું પડશે. સંક્રમણનો સમય ચાલુ છે, સંયમ રાખો અને પરિવાર સાથે રહો. સંતુલિત ભોજન લો.
કુંભ: આજે તમારું રોકાયેલુ કામ ચાલશે, તમારા ભાઈ-બહેનો સાથે સહયોગ અને સંકલન રહેશે. કોઈ રસિક કામ હાથમાં આવતા તમે આનંદિત થશો. આર્થિક મામલામાં તમે ચિંતિત છો. તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ પણ જોખમી કાર્યમાં ભાગ ના લેવો, રોકાણની બાબતમાં સાવધાની રાખવી.
મીન: આજનો દિવસ સામાન્ય રહેશે. પારિવારિક જીવનનો આનંદ માણી શકશો, જીવનસાથીનો સહયોગ મળશે. જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવે તો સુખ પ્રાપ્ત થશે. સાથીઓ અને મિત્રોનો સહયોગ મળશે.