મેષ (અ.લ.ઈ.): આ રાશિના જાતકોને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ કામકાજમાં સાવધાની રાખવી અને પારિવારિક જવાબદારીમાં વધારો થશે તેમજ વિધ્નસંતોષીઓ કામમાં નુક્સાન કરશે.
વૃષભ (બ.વ.ઉ.): આવકના પ્રમાણમાં ખર્ચા વધશે અને કોઈપણ કામમાં અટવાયેલા રહેશો તેમજ ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે અને માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો.
મિથુન (ક.છ.ઘ.): મહેનતનું સારું ફળ મળશે અને મનોકામના પુર્તિ માટે સમય સારો છે તેમજ કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી અને જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે.
કર્ક (ડ.હ.): કર્ક રાશિના જાતકોને વડીલો દ્વારા આશીર્વાદ મળશે અને નજીકના સંબંધીથી સહયોગ મળશે તેમજ ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, નવું કામ કરવાના યોગ સારા બને છે.
સિંહ (મ.ટ.): ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે અને ઉતાવળ કરશો તો નુક્સાન થશે તેમજ સંતાનો સાથે મતભેદ રહેશે અને મુસાફરીના યોગ બને છે.
કન્યા (પ.ઠ.ણ.) આપની શિથિલતા નુક્સાન કરાવશે અને રોકાણમાં કાળજી રાખી કામ કરવું તેમજ સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે અને કામકાજમાં મહેનત વધુ રહેશે.
તુલા (ર.ત.): ભાગીદારીવાળા કામથી લાભ થશે અને વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે તેમજ વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું.
વૃશ્ર્ચિક (ન.ય.): શેરબજારમાં સારા લાભની સંભાવના છે અને વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય તેમજ ધંધાકીય પ્રવાસના યોગ બને છે, પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે.
ધન (ભ.ધ.ફ.ઢ.): વ્યવસાયમાં નવા અવસર મળશે અને સમય આપને અનુકૂળ બનશે તેમજ કામકાજની કદર થશે અને શત્રુપક્ષથી સાવધાની રાખવી.
મકર (ખ.જ.): જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવો અને નાના-મોટા પ્રવાસની સંભાવના છે તેમજ ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો, કોઈ શુભ સમાચાર મળશે.
કુંભ (ગ.શ.સ.ષ.): પસંદગીના કામમાં આનંદ મળશે અને પરિવારજનોથી ઉત્તમ લાભ થશે તેમજ નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે અને માનસિક શાંતિનો અનુભવ થશે.
મીન (દ.ચ.ઝ.થ): મીન રાશિના જાતકોને ધનનું સારું સુખ મળશે અને પરિવારમાં તણાવ રહેશે તેમજ નાના-મોટા રોકાણમાં લાભ થશે, માલ-મિલક્તને લગતા કામમાં ફાયદો થશે.