મેષ (અ.લ.ઈ.): મેષ રાશિના જાતકો આજનો દિવસ આનંદમાં વિતાવશો અને ગુમાવેલા અવસર પાછા મળશે તેમજ નોકરીમાં સારા અધિકાર મળશે, વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે.
વૃષભ (બ.વ.ઉ.): આ રાશિના જાતકોને ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે તેમજ સરકારી કામમાં અનુકૂળતા રહેશે અને ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે, વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે.
મિથુન (ક.છ.ઘ.): મિથુન રાશિના જાતકોને અંગત કાર્યોમાં સાવધાની રાખવી તેમજ કામમાં મહેનત વધારે કરવી પડશે અને ધન બાબતે પરેશાની જણાશે, વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.
કર્ક (ડ.હ.): ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું અને ખાવાપીવામાં કાળજી રાખવી તેમજ વડીલ વર્ગથી તકલીફ જણાશે અને ખર્ચનું પ્રમાણ અધિક જણાશે.
સિંહ (મ.ટ.): સિંહ રાશિના જાતકોને પરિવારમાં પ્રીતિ જળવાશે અને મનપસંદ કાર્યોમાં રુચિ વધશે તેમજ આથક સુખ સારું મળશે અને કામકાજમાં પ્રગતિ થશે.
કન્યા (પ.ઠ.ણ.): ધારેલા કામમાં સફળતા મળશે અને વિરોધપક્ષથી વિજય મેળવશો તેમજ નીતિ-રીતિથી કામ કરશો લાભ થશે, કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે.
તુલા (ર.ત.): ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે અને સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે તેમજ સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે અને લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે.
વૃશ્ર્ચિક (ન.ય.): પરેશાની કામને બગાડશે અને અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા તેમજ ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે, મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે.
ધન (ભ.ધ.ફ.ઢ.): ધન રાશિના જાતકોને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે તેમજ રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે અને આર્થિક બાબતોમાં વિકાસ થશે, સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.
મકર (ખ.જ.): મકર રાશિના જાતકોને રોગ, ૠણ અને વિવાદમાં સાવધાની રાખવી તેમજ નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે અને સંતાનના કાર્યોમાં સફળતા મળે, ધંધાકીય બાબતોમાં મયમ ફળ મળશે.
કુંભ (ગ.શ.ષ.સ.): કુંભ રાશિના જાતકોને મનપસંદ કામમાં સફળતા મળશે તેમજ આપની ભાવનાઓની કદર થશે અને પદોન્નતિ માટે નવી તકો મળશે, ધંધામાં સુધારો જોવા મળશે.
મીન (દ.ચ.ઝ.થ.): મીન રાશિના જાતકોને સાવચેતીથી કામ કરવું તેમજ અચાનક ખર્ચથી પરેશાની વધશે અને નોકરીમાં થોડી પરેશાની જણાશે, ધંધામાં મધ્યમ લાભ થશે.