મેષ:આર્થિક રીતે ઉત્તમ દિવસ છે. તમારા કાર્યોને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવો. પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને ગેરસમજ ઊભી થઇ શકે છે.
વૃષભ: પરણિત વ્યક્તિઓને સાસરિયા પક્ષ સાથે કોઇ પ્રકારનો મતભેદ થઇ શકે છે. વધારે મસાલેદાર ભોજન ટાળો. તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે રચનાત્મક ગતિવિધિઓમાં પણ રસ રહેશે.
મિથુન: ઘર તથા વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. ધ્યાન રાખો કે ઘરની કોઇ મહત્ત્વપૂર્ણ વાત સાર્વજનિક થઇ શકે છે. આજે સામાજિક ગતિવિધિઓ પ્રત્યે તમારું નિસ્વાર્થ યોગદાન રહેશે.
કર્ક: સમજદારી અને સાવધાનીથી કામ લેવાનો સમય છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરનું વાતાવરણ સુખદ રહેશે. રોકાણ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે.
સિંહ: વ્યવસાયિક કાર્યોમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલાં તણાવથી આજે રાહત મળશે.
કન્યા: કોઇ જૂના મિત્રને મળવાથી જૂની યાદો તાજા થશે. તમારી કાર્યક્ષમતા અને આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધો. સમય અનુકૂળ છે. કાર્યસ્થળમાં તમારું પ્રભુત્વ જળવાયેલું રહેશે.
તુલા: આ સમયે માનસિક શાંતિ જાળવી રાખવી જરૂરી છે. જીવનસાથી તથા પરિવારના લોકોનો તમારા પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે. આજે નજીકના લોકો સાથે હળવા-મળવાનું થશે તથા સુખમય સમય પસાર થશે.
વૃશ્ર્ચિક: આ સમય કરિયર અને કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરવા માટે વધારે કોશિશ કરવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને ગંભીરતાપૂર્ણ લે. શારીરિક રૂપથી નબળાઇ અનુભવી શકો છો.
ધન: કાર્યક્ષેત્રમાં લગભગ મોટાભાગના કાર્યો નિવધ્ન પૂર્ણ થતાં જશે. ક્યારેક તમારો અતિ આત્મ વિશ્વાસ અને ઘમંડ તમને લક્ષ્યથી ભટકાવી શકે છે. આજે થોડા લોકો તમારા કાર્યોમાં વિધ્ન પેદા કરી શકે છે, તમે ચિંતા કર્યા વિના પોતાના કાર્યો પ્રત્યે સજાગ રહો.
મકર: તમારી ભાવનાઓ ઉપર કંટ્રોલ રાખો. ઉધરસ, તાવ અને શરદીમાં સમસ્યા પરેશાન કરી શકે છે. કાર્યક્ષેત્રમાં બધા કામ તમારી દેખરેખમાં જ કરાવશો તો સારું રહેશે. આજે ગ્રહ સ્થિતિ સારી બની રહી છે.
કુંભ: વધારે કામના કારણે થાક રહી શકે છે. રૂપિયાની લેવડ-દેવડને લઇને કોઇ ગેરસમજ કે નુક્સાન થઇ શકે છે. પબ્લિક ડીલિંગ, ગ્લેમર વગેરે સાથે જોડાયેલાં વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે.
મીન: કાર્યક્ષેત્રમાં વ્યાપારિક મંદીની સ્થિતિ રહી શકે છે. સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ ઘરના વાતાવરણને સુખદ અને મધુર જાળવી રાખશે. આ સમયે બિનજરૂરી યાત્રાને ટાળો.