મેષ: લોકોનું વૈવાહિક જીવન આનંદમય વિતશે. સંજોગોવસાત નાની-મોટી મુસાફરી કરવી પડી શકે છે. બિઝનેસમાં પ્રગતિથી ખુશીઓ મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ શુભ છે.
વૃષભ: આજનો દિવસ પરોપકારમાં પસાર થશે. કાર્યક્ષેત્રમાં પણ તમારા પક્ષમાં કેટલાંક ફેરફાર થઈ શકે છે. તમે તમારા મિલનસાર વ્યવહારથી વાતાવરણને સામાન્ય બનાવવામાં સફળ રહેશો.
મિથુન: આજે જીવનસાથીને આકસ્મિક શારીરિક પીડા થઈ શકે છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી તમારા ખર્ચામાં વધારો થઈ શકે છે. કોઈ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ પહેલાં તેના તમામ કાયદાકીય પાસાઓ પર ગંભીરતાથી વિચાર કરી લેજો. બપોર પછીનો સમય થોડો અનુકૂળ થતો દેખાશે.
કર્ક: આજનો દિવસ પરિવારના સભ્યો સાથે તમે સારો અને મનોરંજક સમય પસાર કરી શકશો. નસીબનો આજે સંપૂર્ણ સાથ મળશે અને બપોર સુધીમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે.
સિંહ: આજનો દિવસ શુભ અને ફળદાયી બનશે. માનસિક પરેશાનીઓથી આજે તમે થોડી રાહત અનુભવી શકશો. વડીલો અને અધિકારીઓની કૃપાથી તમારી કોઈ ઈચ્છા આજે પૂરી થઈ શકે છે.
કન્યા: વેપાર ક્ષેત્રમાં ધાર્યો લાભ થવાથી આનંદિત રહેશો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. વ્યવસાયમાં પરિવર્તનની યોજના બનાવી રહ્યા હોવ તો આ મામલે આજે આગળ વધવાનો દિવસ છે.
તુલા: આકસ્મિક રીતે મોટી સંખ્યામાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે. મૂડી ભંડોળમાં વધારો થશે, સમજદારીથી સાથે કરવામાં આવેલું રોકાણ આજે સારો ફાયદો કરાવશે.
વૃશ્ર્ચિક: આશા કરતા પણ વધારે સફળતા મળશે. સંતાનો પ્રત્યેની તમારી ફરજો નિભાવી શકશો. પ્રતિસ્પર્ધાના ક્ષેત્રમાં પણ તમે આગળ વધશો, અટવાયેલું કામ પૂરૂ થશે. કેટલાંક લોકોને આજે આંખોમાં તકલીફ ઊભી થઈ શકે છે.
ધન: આજે ઘર ઉપયોગી ચીજવસ્તુઓ પર ધનનો ખર્ચ થવાનો યોગ છે. સાંસારિક સુખ ભોગના સાધનોમાં વધારો થશે. સહયોગી કર્મચારીઓ કે કોઈ સંબંધીના કારણે તણાવ અને માનસિક કષ્ટ થઈ શકે છે.
મકર: આજનો સમય વેડફશો નહીં. મહેનત અને અથાગ પરિશ્રમથી આજે તમને તમારા નસીબનો સંપૂર્ણ સાથ મળશે. સ્વજનો પાસેથી સુખ મળશે, પરિવારમાં કોઈ શુભ કમ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ જોવા મળશે.
કુંભ: આજે મજબૂત બની શકે છે. વ્યવસાયમાં તમને સારો એવો ફાયદો થશે. સન્માન, યશ, કીર્તિમાં પણ વધારો થવાનો યોગ દેખાઈ રહ્યો છે. પ્રિયજનો સાથે મુલાકાત થઈ શકે છે.
મીન: આજે શિક્ષણ અને પ્રતિયોગિતાના ક્ષેત્રમાં મીન રાશિના જાતકો સારી સફળતા મેળવી શકશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. તમારી વાતચીતની શૈલી તમને ખાસ સન્માન અપાવશે.