આજ નું રાશિ ભવિષ્ય તારીખ 04 એપ્રિલ 2024

Aaj-nu-rashifal-
Aaj-nu-rashifal-

મેષ: આજનો દિવસ તમારો સારો પસાર થશે. કાર્યક્ષેત્રમાં પણ સૌનો સહયોગ મળશે. જો શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રયાસ કરી રહ્યા હોવ તો આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે.

વૃષભ: ઘરના સભ્યો કે સંતાન વ્યવહારથી તમે દુ:ખી રહેશો. પત્ની કે પ્રેમિકા પણ આવા પ્રકારના વ્યવહારથી તમને વ્યથિત કરી શકે છે, જેથી તમે મનોમન પરેશાન રહો.

મિથુન: કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રસંશા થશે, પરંતુ સાથો સાથ તમારા દુશ્મની નિંદાઓ પણ વધશે. આવામાં તમારે જરાય પરેશાન થવાની જરૂર નથી. બસ તમારે તમારા કામ પર ફોક્સ કરવાની જરૂર છે.

કર્ક: આજે તમને વ્યવસાયમાં તમારા ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. નોકરીમાં બની શકે છે કે આજે કોઈ કારણથી તમારે વિવાદ થઈ જાય, આવી સ્થિતિમાં વાણી પર કાબૂ રાખવાની જરૂર છે.

સિંહ: છેલ્લાં કેટલાંક દિવસોથી તમે નાના-મોટા કામ બગડી જવાથી આશ્ચર્યમાં છો. બની શકે છે કે આજે તમારા આ કામમાં સુધારો આવી શકે. તેમ છતા પણ કોઈ ડર કે શંકાના કારણે તમારૂ મન અશાંત રહી શકે છે.

કન્યા: કોઈ પ્રતિયોગી પરીક્ષા માટે તમારે તૈયાર રહેવું પડશે. જો તમે તમારા વ્યવસાય કે વેપાર સંબંધિત કોઈ કરાર કે લખાણનું કામકાજ કરવા માંગતા હોવ તો તેને બે જ દિવસમાં પુરૂ કરી લેજો. આ જ સમય તમારા માટે શ્રેષ્ઠ છે.

તુલા: હાલનો સમય કાર્યક્ષેત્રમાં અવર-જવરનો અને નિયમબદ્ધ કામ પૂરો કરવાનો ચાલી રહ્યો છે. આ દરમિયાન નજીકના લોકો ચિંતામાં વધારો કરી શકે છે.

વૃશ્ર્ચિક: આજે નોકરી કે વેપાર-ધંધામાં આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય બની શકે છે કે કોઈ કામ શરૂ કરવામાં વધુ સમય લેવો પડે. આ કારણે તણાવ વધી શકે છે

ધન: આજે સવારથી જ પ્રતિકુળ દિવસ તમારા માટે રહેશે. આ સિવાય કાર્યક્ષેત્રમાં પણ તમારા પક્ષમાં કોઈ પરિવર્તન આવી શકે છે, જેના કારણે તમારો મૂડ પણ બગડી શકે છે, પરંતુ તમે ધૈર્યથી કામ લેજો.

મકર: આજનો દિવસ તમારા માટે એવરેજ રહેશે. વેપારમાં સ્થિતિ સુધરતી નજરે પડશે. કોઈ મોટા અધિકારીના સહયોગથી નોકરીમાં તમારી મજબૂતી વધશે. એટલે વિરોધ કરનારા અને તમારી ઈર્ષા કરનારા તમારૂ કંઈ પણ બગાડી નહીં શકે. રાતે પત્નીનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

કુંભ: આજે આરોગ્યની કાળજી લેજો. દિવસના પહેલા ભાગમાં વધુ પડતા કામ આવી પડશે. બની શકે ત્યાં સુધી મહત્વના કામો પહેલા પૂરા કરી લેવા. જેથી કોઈ નુક્સાન ન વેઠવુ પડે. બપોર પછીનો સમય પડકારભર્યો રહી શકે છે.

મીન: આજે આવક કરતા ખર્ચ વધુ થશે. આવામાં સંતુલન જાળવી રાખજો. ધ્યાન રાખજો કે, સારો મૂડ હોવાના કારણે એવું ન બને કે બીજાની મદદ કરવામાં તમે સારા નરસાનું ભાન ભૂલી જાવ.