આજ નું રાશિ ભવિષ્ય તારીખ 20 જુલાઈ 2024

મેષ: આજનો દિવસ તમારા માટે સુખદ રહેશે કેમ કે આજે તમે વિચારેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે. નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિની સંભાવના રહેલી છે. ગ્રહોમાં ફેરફારના કારણે સ્વભાવમાં થોડું ચિડિયાપણું આવી શકે છે.

વૃષભ: આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્ત રહેશે. પરંતુ સારા પરિણામ મળવાથી થાકનો અનુભવ નહીં થાય. સંતાન સુખમાં વૃદ્ધિ થશે અને ક્યાંકથી વાદીની ભેટ મળશે.

મિથુન: આજનો તમારો દિવસ મિશ્ર ફળદાયક છે. પ્રત્યેક મામલામાં મિશ્ર પરિણામો મળશે. ધર્મ-કર્મ પ્રત્યે આસ્થા વધશે. સંપત્તિના સુધાર તથા સારસંભાળમાં ખર્ચ વધશે.

કર્ક: આજે ગ્રહોની દશા તમારા દિવસને અનુકૂળ બનાવી રહી છે. સુખ-સંપત્તિમાં વિસ્તાર થશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. કોઈ વડીલ તરફથી આશિર્વાદમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે.

સિંહ: આજ કાર્યક્ષેત્રમાં વધારાની જવાબદારી અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્તતા વધશે. સંપત્તિનો વિસ્તાર થશે અને આવકમાં વૃદ્ધિ થશે. ક્રોધથી બચો, ક્યાંક જીવનસાથી સાથે વૈચારિક મતભેદો ઊભા ન થાય.

કન્યા: આજનો દિવસ તમારા કાર્યક્ષેત્રમાં મુશ્કેલી ભરેલો હોઈ શકે છે. કોઈ ગેરસમજના કારણે ઓફિસમાં સહયોગીઓ સાથે વિવાદ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલી અને મહેનત વધારે રહેશે.

તુલા: ગ્રહોની સ્થિતિથી ખ્યાલ આવી રહ્યો છે કે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં ઘણો વ્યસ્તતા ભરેલો રહેશે. આવકમાં વૃદ્ધી થશે. બૌદ્ધિક કાર્યો તથા લેખન વગેરેથી પણ આવક થશે.

વૃશ્ર્ચિક: આજનો દિવસ તમારા માટે ઘણો કઠીન રહેશે. પ્રત્યેક કામમાં પડકારો અને અડચણો આવી શકે છે. અકસ્માતે બિનજરૂરી ખર્ચ વધી શકે છે. જો તમે નોકરીમાં છો તો અધિકારીઓનો સહયોગ મળશે.

ધન: આજે ગ્રહો જણાવી રહ્યા છે કે આજે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યના આયોજનથી મનમાં પ્રસન્નતા અને વ્યસ્તતા રહેશે. ખાસ મિત્રોના સહયોગથી વ્યવસાયના નવા સ્ત્રોત બનશે.

મકર: આજે તમારા ભાગ્યનો ઉદય, ધન, ક્રમ, કીર્તિની વૃદ્ધિ, શત્રુ ચિંતાઓનું દમન થશે. સર્વત્ર વિજય, સફળતાની પ્રાપ્તિ, હર્ષ મંગળમય પરિવર્તન અને મનોરથ સિદ્ધ થવાથી પ્રસન્નતા રહેશે.

કુંભ: આજનો દિવસ તમારા માટે દૈવી કૃપાવાળો બની શકે છે. માતાનું સાનિય અને આશિર્વાદ ખાસ રીતે ફળદાયી રહેશે. ઘણા સમયથી રોકાયેલું ધન કોઈ મહાપુરૂષના સહયોગથી પ્રાપ્ત થઈ જશે.

મીન: આજનો દિવસ શુભ રહેશે. નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિનો યોગ બની શકે છે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. રહેણી-કરણી અને ખાન-પાનનું સ્તર વધશે. નવા સુંદર વસ્ત્રો પ્રત્યેત તમારું ખેંચાણ વધશે.