આજ નું રાશિ ભવિષ્ય તારીખ 13 મે 2024

Aaj-nu-rashifal-
Aaj-nu-rashifal-

મેષ (અ.લ.ઈ.): આ રાશિના જાતકોને વેપારમાં સારો લાભ જણાશે તેમજ સંતાન વિષયક ચિંતા દૂર થશે અને વિવાદોવાળા કામમાં લાભ જણાશે, મૂડી રોકાણમાં ફાયદો જણાશે.

વૃષભ (બ.વ.ઉ.): કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના અને ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે તેમજ પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે, સંતાન પક્ષે ચિંતા દૂર થશે.

મિથુન (ક.છ.ઘ.): નવા પરિચયથી લાભ થાય અને વાહન ચલાવવામાં કાળજી રાખો તેમજ માતૃપક્ષે આર્થિક મદદ મળશે, સંતાનથી સારા સમાચાર મળશે.

કર્ક (ડ.હ.): યાત્રા-પ્રવાસના યોગો જણાય અને વિવાદિત કાર્યોમાં વિજય થાય તેમજ નવા કામકાજમાં લેણું જણાય, ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય.

સિંહ (મ.ટ.): સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા જળવાય અને માનસિક શાંતિ અનુભવાય તેમજ મહેમાન સ્નેહીજનોની મુલાકાત થાય અને વ્યાપાર બાબતે મયમ જણાય.

કન્યા (પ.ઠ.ણ.): કન્યા રાશિના જાતકોને મનગમતા કાર્યોમાં રુચિ વધે અને શત્રુઓ દ્વારા લાભ મળે તેમજ આર્થિક સમસ્યાઓ હળવી બને અને વિવાદિત કાર્યોમાં વિજય મળે.

તુલા (ર.ત.): આ રાશિના જાતકોને ધંધામાં મહત્વના કાર્યો થાય તેમજ જીવનસાથી સાથે મતભેદ જણાશે અને યાત્રા-પ્રવાસમાં વિધ્નોની સંભાવના, મહત્વાકાંક્ષા પૂતનો અવસર મળે.

વૃશ્ર્ચિક (ન.ય.): મૂડી રોકાણમાં લાભની સંભાવના છે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય તેમજ કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને, યાત્રામાં તનાવની સંભાવના છે.

ધન (ભ.ધ.ફ.ઢ.): વાહન વ્યવહારથી સંભાળવું અને નાના-મોટા રોકાણમાં સાવધાની રાખવી તેમજ કામકાજમાં સામાન્ય વિધ્નોની સંભાવના અને માતાના આશીર્વાદથી કામ સરળ બને.

મકર (ખ.જ.): મકર રાશિના જાતકોને સારા કાર્યોમાં સમય પસાર થાય તેમજ સામાજિક કાર્યોમાં પ્રવાસની સંભાવના અને રોગ-ૠણ-વિવાદથી બચવું, સંતાનોના કાર્યમાં સફળતા મળે.

કુંભ (ગ.શ.ષ.સ.): ખાનપાનમાં સાવધાની રાખવી અને વેપારમાં ભાગીદારીથી લાભ થાય તેમજ કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બને, સારા કામમાં યાત્રાના યોગ જણાય.

મીન (દ.ચ.ઝ.થ.): જીવનસાથી સાથે તણાવ જણાય અને વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય તેમજ ગુસ્સા ઉપર સંયમ રાખવો, સગા સંબંધીઓથી લાભ થાય.