ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ૧૯ કિલોના કૉમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સંશોધિત દરો મુજબ આજથી કિંમતોમાં રૂપિયા ૩૯નો વધારો કરવામાં આવ્યો છે. વધારા સાથે હવે દિલ્હીમાં ૧૯ કિલોનું કૉમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર ૧૬૯૧.૫૦ રૂપિયામાં મળશે.જો કે થોડી રાહતની વાત એ છે કે ઓઈલ કંપનીઓએ ૧૪ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારા બાદ હવે નવા દરો પણ બહાર આવ્યા છે.
નવા દરો અનુસાર આજથી કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૩૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ દિલ્હીમાં ૧૯ કિલોના કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૧૬૯૧.૫૦ રૂપિયા થઈ ગઈ છે.
ઈન્ડિયન ઓઈલ કંપનીની વેબસાઈટ અનુસાર કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો ૧લી સપ્ટેમ્બર એટલે કે આજથી અમલમાં આવ્યો છે. જે બાદ મુંબઈમાં ૧૯ કિલોના સિલિન્ડરની કિંમત ૧૬૪૪ રૂપિયા થઈ ગઈ છે. અગાઉ મુંબઈમાં કૉમર્શિયલ સિલિન્ડરની કિંમત ૧૬૦૫ રૂપિયા હતી. જ્યારે કોલકાતામાં કૉમર્શિયલ સિલિન્ડરની કિંમત ૧૭૬૪.૫૦ રૂપિયાથી વધીને ૧૮૦૨.૫૦ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ચેન્નાઈમાં આ સિલિન્ડર હવે ૧૮૫૫ રૂપિયામાં મળશે. પહેલા તેની કિંમત ૧૮૧૭ રૂપિયા હતી.
આ પહેલા ઓગસ્ટમાં પણ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન ૧૯ કિલોના કૉમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર ૮.૫૦ રૂપિયા મોંઘા થયા હતા. જે બાદ દિલ્હીમાં કૉમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને ૧૬૫૨.૫૦ રૂપિયા થઈ ગઈ છે.
જો કે બે મહિના પહેલા ૧ જુલાઈના રોજ ઓઈલ કંપનીઓએ એલપીજીના ભાવમાં ઘટાડો કર્યો હતો. જેના કારણે દિલ્હીમાં ૧૯ કિલોના સિલિન્ડરની કિંમતમાં ૩૦ રૂપિયાનો ઘટાડો થયો છે. તે દરમિયાન દિલ્હીમાં કૉમર્શિયલ સિલિન્ડરની કિંમત ૧૬૪૬ રૂપિયા થઈ ગઈ હતી. જ્યારે કોલકાતામાં ૧૭૫૬ રૂપિયા, ચેન્નાઈમાં ૧૮૦૯.૫૦ રૂપિયા અને મુંબઈમાં ૧૫૯૮ રૂપિયા થઈ ગયા છે.