
દાહોદ, દેવગઢ બારિયાના નાયકવાડા ની ઝૂપડપટ્ટી માં પોતાના સાત બાળકો સાથે રહેતા અને છૂટક મજૂરી કરીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરતા સુરેશભાઈ અને કૈલાશ બેનને આહાર સંસ્થા દ્વારા એક નાનું પાકુ મકાન, ” પ્રેમાહાર” બનાવી જરૂરી ઘરવખરી ભરી આપી ,તેઓના સગા તથા ઝૂપડપટ્ટી ના 300 જેટલા લોકોને દાળ,ભાત,શાક, લાપસી નું પાકુ ભોજન જમાડીને,બ્રાહ્મણ અંબાલાલ પંડ્યા (મહાદેવ) દ્વારા સત્ય નારાયણ ભગવાનની કથા કરાવી આજે તેઓનો તારીખ 21-5-23 ના રોજ વિધિવત પૂજનવિધિ કરાવી ગૃહપ્રવેશ કરાવતા તેઓની ખુશી સમાતી નહતી અને તેઓની આંખમાં ખુશીઓના આંસુ સ્પષ્ટ દેખાઈ આવતા હતા. આહાર સંસ્થાએ આ પહેલાં નવ ગરીબ પરિવારોને એક રૂમ રસોડાના મકાન બનાવી આપેલ છે.