ઉત્તરપ્રદેશના આગ્રામાં વધુ એક નિર્ભયા કાંડ થયો. આગ્રામાં આવેલ ડો.ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી ની વિદ્યાર્થી પર દુષ્કર્મ થયું. યુનિવર્સિટી માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની એન્જિનિયરિંગમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. એન્જિનિયરિંગની વિદ્યાર્થીની પર નરાધમ દ્વારા ચાલુ કારમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું. બાદમાં તેને રસ્તા પર છોડી દેવામાં આવી. વિદ્યાર્થીનીએ પોલીસમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
પોલીસ ફરિયાદ મુજબ લખનૌની રહેવાસી વિદ્યાર્થી આગ્રાની ડો.ભીમરાવા આંબેડકર યુનિવર્સિટી માં એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થી પર સીનિયર શિવાંશ સિહે કારમાં દુષ્કર્મ આચર્યા બાદ રસ્તા પર ફેંકી દીધી. પીડિતાએ ફરિયાદમાં કહ્યું કે મારા સીનિયર શિવાંશ સિંહે ૧૦ ઓગસ્ટના રોજ કારગિલ ચાર રસ્તા પાસે તેની રોકી હતી. તેને બળજબરીથી કારમાં બેસાડી અને પછી કારમાં જ તેના પર દુષ્કર્મ આચર્યું. કારની બારીઓ પર પડદા હતા. શિવાંશ સિંહે કારમાં દુષ્કર્મ આચર્યા બાદ તેને અર્ધનગ્ન હાલતમાં જ રસ્તા પર ફેંકી દીધી. ત્યારબાદ પીડિતાએ પરિવારને સમગ્ર ઘટના જણાવતા આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી.
પીડિતાનું કહેવું છે કે આરોપિ શિવાંશ સિંહે અનેક વખત તેની સાથે ફ્રેન્ડશિપ કરવા પ્રયાસ કર્યો હતો. સીનીયરના પ્રસ્તાવને ઠુકરાવ્યો હોવાથી રોષે ભરાયેલા સીનીયર શિવાંશે બદલો લેવા આ અધમ કૃત્ય કર્યું. અગાઉ શિવાંશે વિભાગના અયક્ષ પાસે મારી ખોટી ફરિયાદ કરતા માર્કશીટ નહોતી મળી. પીડિત વિદ્યાર્થીની આ ઘટના બાદ ડિપ્રેશનમાં છે. આંબેડકરના કોલેજમાં અભ્યાસ કરનાર પીડિત વિદ્યાર્થીનીની દુષ્કર્મની ફરિયાદ પર પોલીસ નોંધ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરી. નોંધનીય છે કે દેશમાં મહિલાઓ પર બળાત્કાર અને અત્યાચારના કિસ્સા વધી રહ્યા છે. કોલકાત્તામાં એક મહિલા ડોક્ટર પર દુષ્કર્મને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. આ વિરોધમાં દેશના અન્ય ડોક્ટરો પણ જોડાયા છે. દેશ ભલે વિકાસની હરણફાળ ભરી રહ્યો હોય પરંતુ મહિલાઓની સ્થિતિ આજે પણ બદથી બદતર હોવાનું આ કિસ્સાઓ બતાવી રહ્યા છે. કયારે મહિલાઓ પર આ અત્યાચાર ઓછા થશે?