આગામી 14 અને 15 નવેમ્બરે સંપૂર્ણ કાશ્મીર ઘાટીમાં મધ્યમ વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. જ્યારે અમુક વિસ્તારોમાં ભારે બરફવર્ષાની સાથે સાથે વરસાદ થવાના અણસાર છે. ભારતીય હવામાન વિભાગે અનુમાન લગાવ્યુ છે કે, હજૂ પણ અમુક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. ક્યાં મધ્યમ તો ક્યાં જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે.
સ્કાયમેટ વેદરના જણાવ્યા અનુસાર આગામી વરસાદ અને બરફવર્ષાને ધ્યાને રાખી 14 અને 15 નવેમ્બરના સમયગાળા દરમિયાન રસ્તાઓ પણ પ્રભાવિત થઈ શકે છે.
નિચાણવાળા વિસ્તારોમાં વરસાદની ભારે શક્યતા છે. જ્યારે સંભવિત પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ શકે છે. આગામી પશ્ચિમી હવાઓના કારણે પહાડી વિસ્તારોથી લઈને મેદાની વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે