
દેશની ૧૮મી સંસદની રચના બાદ રાજનાથ સિંહે ફરી એકવાર રક્ષા મંત્રીની જવાબદારી સંભાળી છે. તેમણે ગુરુવારે દિલ્હીમાં ચાર્જ સંભાળ્યો હતો. તેમને સતત બીજી વખત આ જવાબદારી સોંપવામાં આવી છે. ૨૦૧૪માં ગૃહમંત્રી પદ સંભાળનાર રાજનાથ સિંહ ૨૦૧૯થી સંરક્ષણ મંત્રાલય સંભાળી રહ્યા છે. સતત બીજી વખત સંરક્ષણ મંત્રાલય મળવા પર તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં તેમનો ઉદ્દેશ્ય દેશને સુરક્ષિત રાખવાનો અને આત્મનિર્ભર ભારતને આગળ વધારવાનો રહેશે. આ રીતે તેમણે દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપવાનું પણ લક્ષ્ય રાખ્યું છે.
બીજી વખત રક્ષા મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ રાજનાથ સિંહે કહ્યું, પીએમ મોદીએ મને ફરી એકવાર રક્ષા મંત્રાલયની જવાબદારી સોંપી છે. અમારી પ્રાથમિક્તાઓ પહેલા જેવી જ રહેશે. સુરક્ષા પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે. અમે એક મજબૂત આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીશું.
રાજનાથ સિંહ ઉપરાંત ધર્મેન્દ્ર પ્રધાને પણ શિક્ષણ મંત્રીનો ચાર્જ સંભાળ્યો હતો. દ્ગઈઈ્ પરીક્ષામાં કથિત હેરાફેરી અંગે તેમણે કહ્યું કે કોઈ કૌભાંડ થયું નથી. આ મામલો કોર્ટમાં છે અને તપાસ ચાલી રહી છે. હું તમામ બાળકો અને તેમના માતા-પિતાને ખાતરી આપવા માંગુ છું કે કોઈ અયોગ્ય રમત થઈ નથી. અમે કોર્ટનો આદેશ સ્વીકારીશું. ધર્મેન્દ્ર પ્રધાનની સાથે રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરીને પણ શિત્રા મંત્રાલયમાં રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે જયંત ચૌધરીનું કામ ધર્મેન્દ્ર પ્રધાનને મદદ કરવાનું રહેશે.