- જીલ્લાના લો રિસ્ક કેટેગરીના 11 પ્રકારના વેપારીઓ વિવિધ ડોક્યુમેન્ટ સાથે રજીસ્ટ્રેશન કરાવી શકશો.
ગોધરા , ઇઝ ઓફ ડુઈંગ અંતર્ગત નવી દિલ્હી દ્વારા લો રીસ્ક કેટેગરીમાં 11 પ્રકારના (હોલસેલર, ડીસ્ટ્રીબ્યુટર્સ, રીટેલર્સ, નાના રીટેલર્સ, સ્ટોરેજ, ઈમ્પોર્ટર, ફુડ વેન્ડીંગ એજન્સીસ, લારી-ગલ્લા અને નાના ચા-નાસ્તાના વેન્ડર, તથા મર્ચંટ એક્ષ્પોટર્સ) ખાદ્ય ચીજના વેપારકર્તાઓ માટે તત્કાલ ફુડ સેફ્ટી એકટ હેઠળ લાયસન્સ/રજીસ્ટ્રેશન સિસ્ટમ તા.28/06/2024 થી ગુજરાત રાજયમાં લાગુ થવા જઈ રહેલ છે.
પંચમહાલ જીલ્લામાં આ અંગેની જનજાગૃતી તેમજ તે લાઇસન્સ મેળવવા કેવી રીતે પોર્ટલ પર એપ્લીકેશન કરી શકાય તે જાણ હેતુ તા.28/06/2024ના રોજ મદદનીશ કમિશ્નરની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, બહુમાળી મકાન, ત્રીજો માળ, જીલ્લા સેવાસદન-2, કલેકટર કચેરી કંમ્પાઉન્ડમાં, ગોધરા ખાતે સવારે 10.30 થી 02.30 કલાક સુધીમાં તત્કાલ લાયસન્સ/રજીસ્ટ્રેશન ઇશ્યુ કેમ્પ યોજાશે.
તે માટે દરેક ખાધ ચીજોના વેપારકર્તાઓએ લાયસન્સ માટે ૠજઝ સર્ટીફીકેટ,આધાર કાર્ડ, ઇલેકટ્રીસીટી બીલ અને રજીસ્ટ્રેશન માટે એક પાસપોર્ટ ફોટો, પાનકાર્ડ તથા આધાર કાર્ડ, અવશ્ય સાથે રાખવાનું રહેશે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.