દાહોદ,
દાહોદ જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણી મુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવા માટે તેમજ અસામાજિક તત્વો પર અંકુશ લાવવા, ચૂંટણી પ્રક્રિયાને ડહોળવાનો પ્રયાસ કરનાર તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે તથા મતદારોના નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા પ્રત્યેના તથા લોકશાહી પ્રત્યેના આત્મવિશ્ર્વાસને વધુ મજબૂત કરવામાં જિલ્લા પોલીસની મદદમાં સીપીએમએફની 10 કંપનીઓ આજ રોજ દાહોદ રેલ્વે સ્ટેશન પર આવી પહોંચી હતી. આ કંપનીઓને સ્થાનિક પોલીસ દ્વારા આવકારવામાં આવ્યા હતા અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમના રહેણાંક સ્થળો પર વિવિધ વાહનો દ્વારા લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.