નવીદિલ્હી,
ભારતીય નૌકાદળે તેના સ્પેશિયલ કમાન્ડો ફોર્સ માર્કોસના દરવાજા મહિલાઓ માટે ખોલવાનો નિર્ણય કર્યો છે.જેમાં આર્મી,નેવી અને એરફોર્સના સૈનિકોને સામેલ કરીને તેમના વિશેષ દળોની રચના કરવામાં આવે છે.આ ફોર્સમા સૈનિકો સખત તાલીમમાંથી પસાર થાય છે.
આ કમાન્ડો ખતરનાક વિસ્તારોમાં દરેક રીતે દુશ્મનને ઝડપથી અને ચોરીછૂપીથી જવાબ આપવામાં સક્ષમ હોય છે.અત્યારસુધી ફોર્સમા માકોર્સ કમાન્ડો તરીકે પુરુષો જ જોડાઈ રહ્યા હતા.આ કમાન્ડો સમુદ્રના તટીય વિસ્તારોમાં તમામ પ્રકારની પરિસ્થિતિમાં દુશ્મનના યુદ્ધજહાજો સામે લડી શકે છે.તેઓ દરિયામાં પણ આતંકવાદીઓ સામે લડી શકે છે.આતંકવાદીઓ સાથે કામ કરવા માટે તેમને કાશ્મીરના વુલર લેક વિસ્તારમાં પણ તૈનાત કરવામાં આવ્યા છે.