હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ,આણંદ, ભાવનગર,છોટાઉદેપુર,દેવભૂમિ દ્વારકા, જામનગર, ખેડા, મોરબી, નર્મદા, રાજકોટ,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બોટાદ, ડાંગ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
તેમજ અરવલ્લી, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમરેલી, ભરુચ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, સુરત, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આણંદ, છોટાઉદેપુર, જામનગર, જુનાગઢ, નર્મદા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
તો દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મોરબી સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.તો હવામાન શાસ્ત્રી અંબાલાલ દ્વારા આગામી સમયમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે.