
નવીદિલ્હી,
કર્ણાટકમાં આ વર્ષ ૨૦૨૩માં વિધાનસભા ચુંટણી થવાની છે તેને લઇ તમામ રાજનીતિક પાર્ટી પોત પોતાની તૈયારીઓમાં પુરજોર રીતે કામે લાગી ગઇ છે.ભાજપ તરફથી પણ ચુંટણીને લઇ તૈયારી જારી છે.આ કડીમાં આગામી મહીનાની શરૂઆતમાં પીએમ નરેન્દ્ર મોદી ફરી કર્ણાટકની યાત્રા કરશે.
આ મહીને પણ બે વાર પીએમ મોદી કર્ણાટકની યાત્રા પર જઇ ચુકયા છે.છ ફેબ્રુઆરીએ પીએમ મોદી બેંગ્લુરુ જશે સવારે ૧૧.૩૦ વાગે પીએમ ઇડિયા એનર્જી વીક ૨૦૨૩નું ઉદ્ધાટન કરશે બેંગ્લુરુ ઇટરનેશનલ એકઝીબિશન સેંટર માં ઇન્ડિયા એનર્જી વીકનો કાર્યક્રમ થશે જેમાં પીએમ બપોરે સાડા ત્રણ વાગે બેંગ્લુરુથી તુમકુરૂ પહોંચશે પીએમ મોદી તુમકુરૂમાં હિન્દુસ્તાન એયરોનોટિકસ લિમિટેડ એચએએલની હેલીકોપ્ટર ફેકટરીને રાષ્ટ્રને સમપત કરશે.
આ સાથે જ પીએમ તુમકુરૂમાં જ જળ જીવન મિશન પરિયોજનાની આધારશિલા રાખશે આ મહીને ૧૨ અને ૧૯ તારીખે કર્ણાટક પીએમ મોદી જઇ ચુકયા છે.એ યાદ રહે કે કર્ણાટકમાં માર્ચ એપ્રિલમાં વિધાનસભા ચુંટણી થનાર છે.