સંજય લીલા ભણસાલી હવે શાહરુખ ખાનને લઈને ‘ઇન્શાઅલ્લાહ’ બનાવવાના છે અને એની જાહેરાત આગામી થોડા દિવસમાં કરવામાં આવશે. આ ફિલ્મ પહેલાં સલમાન ખાન સાથે બનવાની હતી, પરંતુ એમાં હવે શાહરુખ જોવા મળશે. સંજય લીલા ભણસાલીના પ્રોડક્શન હેઠળની ‘હીરામંડી’ થોડા સમયમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. સંજય લીલા ભણસાલી હાલમાં ‘બૈજુ બાવરા’ પરા કામ કરી રહ્યા હોવાની ચર્ચા છે, પરંતુ એ ખોટી વાત છે.
તેઓ હાલમાં તેમના સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. ‘ઇન્શાઅલ્લાહ’નું શૂટિંગ જૂનમાં શરૂ કરવામાં આવશે. આ એક લવ સ્ટોરી છે અને એ શાહરુખની પર્સનાલિટીને સૂટ કરે એવી છે. આ ફિલ્મમાં સલમાન અને આલિયા ભટ્ટનું નામ ચર્ચામાં હતું. જોકે હવે શાહરુખ દેખાશે. આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ પણ પૂરું થઈ ગયું છે. ફિલ્મસિટીમાં સેટ પણ બની ગયો હતો. શૂટિંગ શરૂ થવાના થોડા દિવસ પહેલાં જ પ્રોડક્શન હાઉસે કહ્યું હતું કે આ ફિલ્મ નથી બની રહી. જોકે હવે એ ફરી પાટા પર આવી ગઈ છે
શાહરુખ ખાને હાલમાં દિલથી ‘જવાન’ રહેવાનો મંત્ર આપ્યો છે. શાહરુખની ‘જવાન’એ બૉક્સ-ઑફિસ પર ખૂબ ધમાલ મચાવી હતી. એમાં ડાયલૉગ, ઍક્ટિંગ, ઍક્શન, સૉન્ગ દરેક વસ્તુ ખૂબ અદ્ભુત હતી. દિલથી ‘જવાન’ રહેવાના મંત્ર વિશે પૂછતાં શાહરુખ ખાને કહ્યું કે ‘દિલથી ‘જવાન’ રહેવા અને દિલથી ખુશ રહેવા માટે દિલથી પ્યૉર રહેવું જરૂરી છે. તમારી આસપાસના લોકો અને વસ્તુ અને તમે જે કરો છે એ વિશે ક્યારેય નિંદા નહીં કરવી. તમારી આસપાસના લોકો માટે ખૂબ પ્રેમ રાખવો. તમારી ફૅમિલી અને ફ્રેન્ડ્સને પ્રેમ આપવો અને નમ્રતાથી રહો. દિલથી યુવાન રહેવા માટે ખૂબ ઓછી મહેનત કરવાની જરૂર પડે છે.