આગામી દિવસોમાં પવન ફુંકાવાને કારણે ઠંડીનો ચમકારો વધશે

અમદાવાદ,

રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી દિવસોમાં ઠંડા પવન ફુંકાવાને કારણે ઠંડીનો ચમકારો વધશે. આગામી પાંચ દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે.

રાજ્યમાં આગામી દિવસોમાં ફરી લોકોને ઠંડીનો સામનો કરવો પડશે. ફરી રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે . રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી દિવસોમાં પવન ફુંકાવાને કારણે ઠંડીનો ચમકારો વધશે. આગામી પાંચ દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. પરંતુ રાજસ્થાનમાં સાઇકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળશે. તો આ તરફ ઉત્તરભારતના અનેક રાજ્યોમાં મૌસમ ફરી પોતાનો મિજાજ બદલશે. ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે.જે મુજબ આગામી ત્રણ દિવસમાં ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ૨૪ અને ૨૫ જાન્યઆરીએ અનેક રાજ્યોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.વરસાદને પગલે દિલ્લી અને ઉત્તરભારતમાં ઠંડી વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે અને ૯ શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૧ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૩-૪ દિવસ સરેરાશ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે.

દાહોદ ૮.૮

ગાંધીનગર ૯.૮

નલિયા ૯.૮

પાટણ ૧૦.૧

અમરેલી ૧૦.૪

ભૂજ ૧૦.૭

અમદાવાદ ૧૦.૮

ડીસા ૧૧.૧

રાજકોટ ૧૧.૨

કંડલા ૧૨.૫

પોરબંદર ૧૩.૦

વડોદરા ૧૪.૦

ભાવનગર ૧૪.૧

સુરત ૧૫.૬

જુનાગઢ ૧૭.૪