
દેશમાં ૧૮મી લોક્સભાની રચના બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આગામી બજેટમાં ઘણા ઐતિહાસિક પગલા લેવામાં આવશે અને મોટા આર્થિક નિર્ણયો લેવામાં આવશે. ૧૮મી લોક્સભાની રચના બાદ સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આગામી સંસદ સત્રમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવનાર બજેટ તેના ભાવિ લક્ષી વિઝનનો દસ્તાવેજ બની રહેશે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે બજેટમાં મોટા આર્થિક અને સામાજિક નિર્ણયો હશે અને ઘણા ઐતિહાસિક પગલાં લેવામાં આવશે. લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સુધારાની ગતિ વધારવામાં આવશે. તેમણે કહ્યું કે તેમની સરકાર માને છે કે રોકાણ માટે રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા હોવી જોઈએ. આ સ્પર્ધાત્મક-સહકારી સંઘવાદની ભાવના સાથે સુસંગત છે,
મુર્મુએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. સામાન્ય સમય ન હોવા છતાં, છેલ્લા ૧૦ વર્ષમાં સરેરાશ ૮ ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. આ વૃદ્ધિ દર વૈશ્વિક રોગચાળા અને વિવિધ ભાગોમાં સંઘર્ષ હોવા છતાં છે. વિશ્વમાં છેલ્લા ૧૦ વર્ષોમાં થયેલા સુધારાઓનું પરિણામ છે કે મારી સરકાર ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ૧૫ ટકા યોગદાન આપી રહી છે.