સામાન્ય બજેટ પહેલા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ GJEPC એ આ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રહેવામાં મદદ કરવા માટે સોના ઉપરાંત કટ અને પોલિશ્ડ હીરા પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા સરકારને વિનંતી કરી છે.
ભારતનો જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ સોનું, હીરા, ચાંદી અને રંગીન રત્નો સહિતના કાચા માલની આયાત પર નિર્ભર છે.સુરત દેશનું સૌથી મોટું ડાયમંડ હબ છે ત્યારે સરકારનો નિર્ણય મહાનગરના કારીગરો અને ઉદ્યોગકારો માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે.
GJEPC કિંમતી ધાતુઓ પરની આયાત ડ્યૂટી વર્તમાન 15% થી ઘટાડીને 4% કરવાની માંગ કરી રહી છે. જેમાં સીપીડી પરની કસ્ટમ ડ્યુટી વર્તમાન 5% થી ઘટાડીને 2.5% કરવાની માંગ કરવામાં આવી છે. બોડીએ સરકારને ‘ડાયમંડ ઇમ્પ્રેસ્ટ લાયસન્સ’ ફરીથી શરૂ કરવા અને આયાત ડ્યુટી ઘટાડવા વિનંતી કરી.
GJEPCએ જણાવ્યું હતું કે તે ભારતીય સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) હીરાના નિકાસકારોને તેમના મોટા સમકક્ષો સાથે એક સમાન ક્ષેત્ર પ્રદાન કરશે, હીરાના વેપારીઓને હીરાના ખાણના સ્થળો અને કારખાનાઓમાં રોકાણ કરતા અટકાવશે. હીરાના વર્ગીકરણ અને રફ હીરાની પ્રક્રિયાના સંદર્ભમાં વધુ રોજગાર પ્રદાન કરશે. રોજગારી વધારવા માટે માંગી તરફ ધય્ન આપવા વિનંતી કરાઈ છે.
કાઉન્સિલે સરકારને વિનંતી કરી છે કે સેફ હાર્બર નિયમ દ્વારા સ્પેશિયલ નોટિફાઇડ ઝોનમાં રફ હીરાના વેચાણની લાંબા સમયથી પડતર માંગણી પર વિચાર કરવામાં આવે અને SNZs મારફતે કામ કરવા માટે પાત્રતા ધરાવતી સંસ્થાઓનો વિસ્તાર વિસ્તારવામાં આવે. હાલમાં SNZ માં ખાણકામ કરતા દેશો દ્વારા માત્ર નિદર્શન સત્રોનું આયોજન કરવામાં આવે છે.
કાઉન્સિલે એ પણ વિનંતી કરી હતી કે SNZ ને પણ ફ્રી ટ્રેડ વેરહાઉસિંગ ઝોન તરીકે કામ કરવાની મંજૂરી આપવી જોઈએ જ્યારે વિદેશી ખાણકામ કંપનીઓ અને એકમો દ્વારા તેનો ઉપયોગ ન કરવામાં આવે તેવી માંગ કરી છે.