આગામી ૫ દિવસ સાચવજો ગુજરાતીઓ! હવામાન વિભાગે જાહેર કરી દીધી આગાહી

આજથી ગુજરાત રાજ્યમાં ફરીથી વરસાદનો માહોલ જામશે. ૬ સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં છુટો છવાયો વરસાદ પડશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન સિસ્ટમને કારણે ફરીથી વરસાદનું આગમન થશે.

અમરેલી, પંચમહાલ, ભાવનગર, દાહોદ, સુરત, ડાંગ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. છોટાઉદેપુર, નર્મદા, દાહોદ, તાપી, નવસારી, વલસાડ, દમણમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

૨ સપ્ટેમ્બરે દમણ, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નગર હવેલી, નવસારી, વલસાડ, ડાંગમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ૩ સપ્ટેમ્બરે વડોદરા, ભરૂચ, નર્મદા, અમરેલી, ભાવનગર, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં માં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે.

૪ સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ૫ સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાતમાં ૪૦ થી ૫૦ કિમીની ગતિએ પવન ફૂંકાશે. જેની મહત્તમ ગતિ ૬ કિમની હોઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભાર પવન સાથે વરસાદ આવવાની સંભાવના છે. સપ્ટેમ્બર ૨ થી ૬ સુધી મય અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદનો બીજો રાઉન્ડ ૬થી ૧૨ સપ્ટેમ્બર સુધી આવશે.